Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ 490 અંક મજબૂત, નિફ્ટી 11,720ની પાર થયું બંધ

સેન્સેક્સ 490 અંક મજબૂત, નિફ્ટી 11,720ની પાર થયું બંધ

24 April, 2019 04:16 PM IST | મુંબઈ

સેન્સેક્સ 490 અંક મજબૂત, નિફ્ટી 11,720ની પાર થયું બંધ

સેન્સેક્સ 490 અંક મજબૂત

સેન્સેક્સ 490 અંક મજબૂત


બુધવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજાર તેજી સાથે બંધ થયું છે. દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 489 અંકોની તેજી સાથે 39,054ના સ્તર પર અને નિફ્ટી 150 અંકોના ઉછાળા સાથે 11,726ના સ્તર પર બંધ થયું છે. નિફ્ટી 50 શેર્સમાંથી 42 લીલા અને 8 લાલ નિશાનમાં કારોબાર કરી બંધ થયું છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.27%ની તેજી અને સ્મૉલેકપ 0.60%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયું છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સના હાલ પર નજર કરીએ તો આજનો કારોબાર પૂરો થતા નિફ્ટી ઑટો 0.42%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 1.39%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.45%ની તેજી, નિફ્ટી આઈટી 1.26%ની તેજી, નિફ્ટી મેટલ 0.19%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.75%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.65%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા છે.



નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં અલ્ટ્રા સેમકો 5.57%ની તેજી, બીપીસીએલ 3.75%ની તેજી, એચસીએલ ટેક 3.54%ની તેજી, ઈન્ડસઈન્ડ બેન્ક 3.19%ની તેજી અને ઓએનજીસી 2.81%ની તેજી સાથે ટૉપ ગેનર રહ્યા છે. ત્યાં બીજી તરફ ટાટા મોટર્સ 3.19%નો ઘટાડો, હીરો મોટોકોર્પ 0.84%નો ઘટાડો, મારૂતિ 0.77%નો ઘટાડો, કોલ ઈન્ડિયા 0.59%નો ઘટાડો અને સિપ્લા 0.53%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.


સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો લગભગ સવારે સાડા નવ નિફ્ટી ઑટો 0.21%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.40%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.02%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.29%ની તેજી, નિફ્ટી મેટલ 0.33%નો ઘટાડો, નિફ્ટી પાર્મા 0.06%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.80%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો આજે બધા પ્રમુખ એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.02%ના ઘટાડા સાથે 22254 પર, ચીનના શાંઘાઈ 0.79%ના ઘટાડા સાથે 3173 પર, હેન્ગસેન્ગ 0.70%ના ઘટાડા સાથે 29754 પર અને તાઈવાનના કૉસ્પી 0.98%ના ઘટાડા સાથે 2198ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યા અમેરિકા બજારના વાત કરીએ તો કાલે ડાઓ જોોન્સ 0.55%ની તેજી સાથે 26656 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.88%ની તેજી સાથે 2933 પર અને નાસ્ડેક 1.32%ની તેજી સાથે 8120ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2019 04:16 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK