Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 150 અંકોની તેજી

શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 150 અંકોની તેજી

07 May, 2019 10:07 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 150 અંકોની તેજી

શૅર બજારની સારી શરૂઆત

શૅર બજારની સારી શરૂઆત


મંગળવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે સારી શરૂઆત કરી છે. સવારના 9 વાગ્યે સેન્સેક્સ 159 અંકોની તેજી સાથે 38,759ના સ્તર પર અને નિફ્ટી 54 અંકોની કમજોરી સાથે 11,652ના સ્તર કારોબાર કરી રહ્યા છે. જ્યા નિફ્ટી 50 શેર્સમાંથી 46 લીલા અને 4 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.32%ની તેજી અને સ્મૉલકેપ 0.42%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. નોંધનીય છે કે સોમવારના કારોબારમાં સેન્સેક્સ 362.92 અંકોના ઘટાડા સાથે 38,600ના સ્તર પર અને નિફ્ટી 114 અંક લપસીને 11,598ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.50%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.36%ની તેજી, નિફ્ટી એફએમસીજી 1.06%ની તેજી, નિફ્ટી આઈટી 0.56%ની તેજી, નિફ્ટી મેટલ 1.00%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.09%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.64%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.



વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો આજના પ્રમુખ એશિયાઈ બજારોએ મિશ્ર શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.77%ના ઘટાડા સાથે 22807ના સ્તર પર, ચીનના શાંઘાઈ 0.67%ની તેજી સાથે 2925 પર અને હેન્ગસેન્ગ 0.51%ની તેજી સાથે 29359 પર અને તાઈવાનના કૉસ્પી 0.91%ના ઘટાડા સાથે 2176 પર કારોબાર કરી રહ્યા છે. જે અમેરિકા બજારોની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ  0.25%ના ઘટાડા સાથે 26438ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.45%ના ઘટાડા સાથે 2932ના સ્તર પર અને નાસ્ડેક 0.50%ના ઘટાડા સાથે 8123ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2019 10:07 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK