Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 67 અંકોની તેજી

ભારતીય શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 67 અંકોની તેજી

15 April, 2019 10:20 AM IST |

ભારતીય શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 67 અંકોની તેજી

ભારતીય શૅર બજારની સારી શરૂઆત

ભારતીય શૅર બજારની સારી શરૂઆત


સોમવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે સારી શરૂઆત કરી છે. સવારે 9 વાગીને 16 મિનિટે સેન્સેક્સ 67.37 અંકોની તેજી સાથે 38,834ના સ્તર પર અને નિફ્ટી 10 અંકોના ઉછાળા સાથે 11,654 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 43 લીલા અને 7 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.35%ની તેજી અને સ્મૉલકેપ 0.50%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

જોકે શુક્રવારના કારોબારમાં સેન્સેક્સ 160 અંકોની તેજી સાથે 38,767 પર અને નિફ્ટી 46 અંકોની તેજી સાથે 11,643 પર કારોબાર કરી બંધ થયું હતું.



સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે નિફ્ટી ઑટો 0.40%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.07%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.68%ની તેજી, આઈટી 0.07%ની તેજી, નિફ્ટી મેટલ 1.31%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.05%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.82%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.


વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો સોમવારના કારોબારી સત્રમાં એશિયાઈ શૅર બજારોએ સારી શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 1.46%ની તેજી સાથે 22190 પર, ચીનના શાંઘાઈ 1.28%ની તેજી સાથે 3229 પર, હેન્ગસેન્ગ 0.88%ની તેજી સાથે 30172 પર અને તાઈવાનના કૉસ્પી 0.64%ની તેજી સાથે 2247 પર કારોબાર કરી બંધ થયું છે. જ્યાં અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 1.03%ની તેજી સાથે 26412 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.66%ની તેજી સાથે 2907 પર અને નાસ્ડેક 0.46%ની તેજી સાથે 7984ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2019 10:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK