Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં 158 અંકનો મામૂલી વધારો, નિફ્ટી 10,500 પાસે

સેન્સેક્સમાં 158 અંકનો મામૂલી વધારો, નિફ્ટી 10,500 પાસે

11 March, 2020 09:31 AM IST | Dalal Street Mumbai

સેન્સેક્સમાં 158 અંકનો મામૂલી વધારો, નિફ્ટી 10,500 પાસે

ભારતીય શૅર બજાર

ભારતીય શૅર બજાર


આજના કારોબારી દિવસે ભારતીય શૅર બજારમાં વધારો દેખાઈ રહ્યો છે. સેન્સેક્સ 0.44% અને નિફ્ટીમાં 0.30%નો વધારો નોંધવામાં આવ્યો છે. નિફ્ટી 10500 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 158 અંકોનો મામૂલી વધારો જોવા મળી રહ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાઈ રહી છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.65% સુધી વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.03%ની મજબૂતી આવી છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.60% ઉછળ્યા છે.



હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ 157.88 અંક એટલે કે 0.44% સુધી ઉછળીને 35792.83ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 31.50 અંક એટલે કે 0.30%ની તેજીની સાથે 10483ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


પીએસયુ બેન્ક, ઑટો, ફાર્મા, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી દેખાઈ રહી છે. બેન્ક નિફ્ટી 0.89%ના વધારાની સાથે 26698.80ના સ્તર પર કારોબાર કરી રહી છે. જ્યારે એફએમસીજી, આઈટી અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવાને મળી રહ્યુ છે.

દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, રિલાયન્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, ઓએનજીસી, હિરો મોટોકૉર્પ અને બજાજ ફિનસર્વ 2.05-9.88% સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ગેલ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક, બીપીસીએલ અને સિપ્લા 1.94-3.63% સુધી નીચે લપસ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2020 09:31 AM IST | Dalal Street Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK