Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં 80 અંકોનો ઘટાડો, નિફ્ટી 11,600ની નીચે થયું બંધ

સેન્સેક્સમાં 80 અંકોનો ઘટાડો, નિફ્ટી 11,600ની નીચે થયું બંધ

23 April, 2019 03:51 PM IST | મુંબઈ

સેન્સેક્સમાં 80 અંકોનો ઘટાડો, નિફ્ટી 11,600ની નીચે થયું બંધ

નિફ્ટી 11,600ની નીચે થયું બંધ

નિફ્ટી 11,600ની નીચે થયું બંધ


મંગળવારના કારોબારમાં ભારતીય શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું છે. દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 80 અંકોના ઘટાડા સાથે 38,564 પર અને નિફ્ટી 18 અંકોની કમજોરી સાથે 11,575 પર કારોબાર કરી બંધ થયું છે. નિફ્ટી 50 શેર્સમાંથી 22 શેર લીલા અને 28 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.11%ની તેજી અને સ્મૉલકેપ 0.30%ના ઘટાડા સાથે કારોબાર કરી બંધ થયા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજના કારોબાર પૂરો થતા નિફ્ટી ઑટો 1.49%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.42%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.25%ની તેજી, નિફ્ટી આઈટી 0.10%ની તેજી, નિફ્ટી મેટલ 0.40%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 1.11%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.21%ના ઘટાડા સાથે કારોબાર કરી બંધ થયા છે.



નિફ્ટી 50ની વાત કરીએ તો ઓએનજીસી 4.50%ની તેજી, ઝીલ 3.20%ની તેજી, સનફાર્મા 2.97%ની તેજી, બજાજ ફાઈનાન્સ 1.53%ની તેજી અને રિલાયન્સ 1.43%ની તેજીના સાથે ટૉપ ગેનર રહ્યા છે. ત્યાં બીજી તરફ મારૂતિ 3.55%નો ઘટાડો, યસ બેન્ક 3.08%નો ઘટાડો, ટાટા સ્ટીલ 2.11%નો ઘટાડો, ઈન્ડસઈન્ડ બેન્ક 1.96%નો ઘટાડો અને હીરો મોટોકોર્પ 1.84%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.


સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો0.35%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.59%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.25%ની તેજી, નિફ્ટી આઈટી 0.31%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.55%ની તેજી, નિફ્ટી ફાર્મા 1.09%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 1.12%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : જેટ એરવેઝના કર્ચારીઓની મુશ્કેલી થશે ઓછી, બેન્ક આપી શકે છે લોન


વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો બધા પ્રમુખ એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.24%ના ઘટાડા સાથે 22165 પર, ચીનના શાંઘાઈ 0.78%ના ઘટાડા સાથે 3190 પર અને હેન્ગસેન્ગ 0.10%ના ઘટાડા સાથે 29933 પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકાના બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.18%ના ઘટાડા સાથે 26511ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.10%ની તેજી સાથે 2907ના સ્તર પર અને નાસ્ડેક 0.22%ની તેજી સાથે 8015ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 03:51 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK