શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 અંક નીચે, આ શૅરોમાં આવી મંદી

દલાલ સ્ટ્રીટ મુંબઈ | Aug 13, 2019, 10:07 IST

શૅર બજારમાં આજે મંગળવારે શરૂઆત કારોબારમાં 200થી વધારે અંકોના ઘટાડો જોવા મળ્યો છે.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 અંક નીચે, આ શૅરોમાં આવી મંદી
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 અંક નીચે,

શૅર બજારમાં આજે મંગળવારે શરૂઆત કારોબારમાં 200થી વધારે અંકોના ઘટાડો જોવા મળ્યો છે. જોકે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 173.25 અંકોના વધારા સાથે 37,755.16 પર ખુલ્યું. બાદ સમાચાર લખે ત્યા સુધી 37,321.28 અંક સુધી ગયા. ત્યા નેશનલ સ્ટૉક એક્ચસેન્જના નિફ્ટી આજે લગભગ 30 અંકોના વધારા સાથે 11,139.40 પર ખુલ્યું. બાદ 11,041.40 અંકો સુધી ગયું.

આજે 9 વાગીને 43 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 186.67 અંકોના ઘટાડા સાથે 37,395.24 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 9 વાગીને 42 મિનિટ પર 49.55 અંકોના ઘટાડા સાથે 11,060.10 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 18 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 32 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીના 50 કંપનીઓના શૅરોમાંથી સૌથી વધારે તેજી Indiabulls Housing Finance Limited, RELIANCE, BPCL, GAIL અને Zee Entertainment Enterprises Limited કંપનીઓના શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી NTPC, BHARTI AIRTEL, BRITANNIA, Mahindra & Mahindra Limited અને MARUTI કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK