Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સપ્તાહના પહેલા દિવસે વધારા સાથે બંધ થયું બજાર, સેન્સેક્સ 141 અંક ઉછળ્યુ

સપ્તાહના પહેલા દિવસે વધારા સાથે બંધ થયું બજાર, સેન્સેક્સ 141 અંક ઉછળ્યુ

10 August, 2020 03:45 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સપ્તાહના પહેલા દિવસે વધારા સાથે બંધ થયું બજાર, સેન્સેક્સ 141 અંક ઉછળ્યુ

બીએસઈ

બીએસઈ


સપ્તાહના પહેલા કારોબારના દિવસે શેરબજારમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. આજે નિફ્ટી 11270 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 38180 ઉપર બંધ થયું. આજના કારોબારમાં નિફ્ટીએ 11,337.30 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 38,430.69 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યું હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.42% વધીને 14,420.70ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.47%ની મજબૂતી સાથે 13,869.08 પર બંધ થયા છે.



અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 141.51 અંક એટલે કે 0.37%ની મજબૂતીની સાથે 38182.08ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 56.20 અંક એટલે કે 0.50%ની વધારાની સાથે 11270.20 ના સ્તર પર બંધ થયા છે.


આજે મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, આઈટી અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.79%ના વધારા સાથે 21,926.60ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં સિપ્લા, એમએન્ડએમ, એલએન્ડટી, ટાટા મોટર્સ, સન ફાર્મા, એનટીપીસી અને ટેક મહિન્દ્રા 3.25-9.48% સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, એશિયન પેન્ટ્સ, મારૂતિ સુઝુકી, બીપીસીએલ અને રિલાયન્સ 1.16-2.19% સુધી ઘટીને બંધ થયા છે


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 03:45 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK