તેજી સાથે ખુલ્યા બાદ બજાર મામૂલી ઘટાડા સાથે થયું બંધ
બજાર મામૂલી તેજી સાથે થયું બંધ
બજેટની પહેલા ભારતીય શૅર બજરામાં ઉતાર-ચઢાવ જોવા મળ્યું. બુધવારે સવારે 91 અંકોની તેજી સાથે ઓપન થયેલું બજાર થોડા સમય બાદ લપસી ગયું અને લાલ નિશાન પર કરોબાર કરવા લાગ્યું. જોકે દિવસના અંતમાં સ્ટેબલ થયું અને સેન્સેક્સ જ્યાં 22 અંકોની તેજી સાથે 39,839ના સ્તર પર બંધ થયું. જ્યાં નિફ્ટી 3 અંકોની તેજી સાથે 11,913ના સ્તર પર બંધ થયું.
એની પહેલા સવારે બજાર ખુલતા જ શરૂઆતના કારોબારમાં પણ સેન્સેક્સમાં મામૂલી તેજી જોવા મળી. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે 11,932.15 અંકોના વધારા સાથે ખુલ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચો : શરૂઆતના કારોબારમાં બજારમાં આવી તેજી, નિફ્ટી 11,900ની પાર
મંગળવારે પણ ઘરેલૂ શૅર બજારમાં તેજી નોંધવામાં આવી હતી. આમ તો બજેટ પહેલા બજારમાં થોડી સતર્કતા દેખાઈ રહી છે. સેન્સેક્સ 129.98 અંકોની તેજી સાથે 39816.48 પર અને નિફ્ટી 44.70 અંકોના વધારા સાથે 11,910.30 પર બંધ થયું હતું.