સેન્સેક્સમાં 112 અંકની મજબૂતી, નિફ્ટી 11,200 ઉપર

Updated: May 15, 2019, 10:03 IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

આજના કારોબારી સત્રમાં શેર બજારે મજબૂત શરૂઆત કરી છે

શેર માર્કેટમાં મજબૂતી
શેર માર્કેટમાં મજબૂતી

આજના કારોબારી સત્રમાં શેર બજારે મજબૂત શરૂઆત કરી છે અને બજારમાં વધારા સાથે કારોબાર થતા જોવા મળી રહ્યો છે. નિફ્ટી 11250ની ઉપર છે જ્યારે સેન્સેક્સમાં 112 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.30%ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી મજબૂતી દેખાઈ રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.30%નો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.38%ની મજબૂતી દેખાઈ રહી છે.

બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.42%ના વધારાની સાથે 28950.60ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે PSU બેન્કોમાં દબાણ જોવા મળી રહ્યુ છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 112.44 અંક એટલે કે 0.30 ટકાના વધારાની સાથે 37430.97ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 33.20 અંક એટલે કે 0.30 ટકાની મજબૂતીની સાથે 11255.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK