Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારમાં વધારો: સેન્સેક્સમાં 158 અંકનો ઉછાળો, આ શૅર્સમાં દેખાઈ તેજી

શૅર બજારમાં વધારો: સેન્સેક્સમાં 158 અંકનો ઉછાળો, આ શૅર્સમાં દેખાઈ તેજી

30 June, 2020 09:43 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૅર બજારમાં વધારો: સેન્સેક્સમાં 158 અંકનો ઉછાળો, આ શૅર્સમાં દેખાઈ તેજી

બીએસઈ

બીએસઈ


આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારા સાથે કારોબાર દેખાઈ રહ્યો છે. નિફ્ટી 10,400ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 158 અંકોનો વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાઈ રહી છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.8% વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.88%નો વધારો નોંધવામાં આવ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.50%ની મજબૂતી દેખાઈ રહી છે.



હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 158.51 અંક એટલે કે 0.45%ના વધારાની સાથે 35120.03ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 54.90 અંક એટલે કે 0.53%ની મજબૂતીની સાથે 10367.30ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પ્રાઇવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, એફએમસીજી, મેટલ અને ઑટો શેરોમાં 1.93-0.70%ની તેજી જોવાને મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.90 ટકા વધારાની સાથે 21,550.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, યુપીએલ, હિંડાલ્કો, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ અને ઈન્ડસઈન્ડ બેન્ક 2.08-3.38% સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીસીએસ, સન ફાર્મા અને ઈન્ફોસિસ 0.53-0.97% ઘટ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2020 09:43 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK