Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સપ્તાહના પહેલા દિવસે વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 217 અંક ઉપર

સપ્તાહના પહેલા દિવસે વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 217 અંક ઉપર

10 August, 2020 09:47 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સપ્તાહના પહેલા દિવસે વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 217 અંક ઉપર

બીએસઈ

બીએસઈ


સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. સવારે સવા નવ વાગ્યે બૉમ્બે સ્ટૉક એક્સચેનજના સેન્સેક્સ ઈન્ડેક્સ 216.79 અંકના ઉછાળા સાથે 38,257.36 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 67.65 અંકના વધારા સાથે 11,281.70 પર ખુલ્યું. નિફ્ટીના 50 શૅરોમાંથી 23 લીલા નિશાન, 23 લાલ નિશાન અને 4 શૅર કોઈપણ પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે મામૂલી વધારા સાથે બંધ થયું હતું. બીએસઈ 15.12 અંક એટલે 0.04 ટકાના વધારા સાથે 38,040.57 અંક પર બંધ થયું. એવી જ રીતે એનએસઈ નિફ્ટી 13.90 અંક એટલે 0.12 ટકાના વધારા સાથે 11,214.05 અંક પર બંધ થયું હતું.

સિપ્લા, લાર્સન એન્ડ ટુબ્રો, શ્રી સિમેન્ટ, બજાર ફાઈનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શૅર 2.09 ટકાથી 6.09 ટકાની વચ્ચે કારોબાર કરતા નજર આવ્યા. બીજી તરફ હિન્ડાલ્કો, નેસ્લે, ભારત પેટ્રોલિયમ, ટાટા સ્ટીલ અને હીરો મોટોકૉર્પના શૅર 0.29 ટકાથી 0.82 ટકાના ઘટાડા વચ્ચે કારોબાર કરી રહ્યા હતા.



શુક્રવારે અમેરિકા બજાર ડાઓ જોન્સ 0.17 ટકાના વધારા સાથે 46.50 અંક ઉપર 27,433.50 પર બંધ થયું હતું. ત્યારે અમેરિકાનું બીજું માર્કેટ નાસ્ડેક 0.87 ટકાના ઘટાડા સાથે 97.90 અંક નીચે 11,011 પર બંધ થયું હતું. એસએન્ડપીની વાત કરીએ તો તે 0.06 ટકાના વધારા સાથે 2.12 અંક ઉપર 3351.28 પર બંધ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 09:47 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK