Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર માર્કેટ વધારા સાથે ખુલ્યું, આ શૅર્સમાં સૌથી વધારે તેજી

શૅર માર્કેટ વધારા સાથે ખુલ્યું, આ શૅર્સમાં સૌથી વધારે તેજી

23 July, 2020 09:47 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૅર માર્કેટ વધારા સાથે ખુલ્યું, આ શૅર્સમાં સૌથી વધારે તેજી

બીએસઈ

બીએસઈ


આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજારમાં વધારા સાથે કારોબાર દેખાઈ રહ્યો છે. નિફ્ટી 11100ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 62 અંકનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.2%ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.52% વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.72 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.50%ની મજબૂતી દેખાઈ રહી છે.



હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 62.47 અંક એટલે કે 0.16%ના વધારાની સાથે 37933.99 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 32.70 અંક એટલે કે 0.29%ની મજબૂતીની સાથે 11165.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી, ઑટો, ફાઈનાન્સ સર્વિસ અને મેટલ શેરોમાં 0.58-0.12%ની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.12% વધારાની સાથે 22,909.30ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ દેખાઈ રહ્યુ છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઝી એન્ટરટેનમેન્ટ, યુપીએલ, બીપીસીએલ, એશિયન પેંટ્સ, બ્રિટાનિયા, ગેલ, આઈઓસી અને એલએન્ડટી 1.17-4.39% સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એક્સિસ બેન્ક, ઈન્ફોસિસ, બજાજ ઑટો, ટીસીએસ, વિપ્રો અને એચડીએફસી બેન્ક 0.23-1.93% ઘટ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2020 09:47 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK