Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વધારા સાથે ખુલ્યું શૅર બજાર, વિપ્રો અને ICICI બેન્કના શૅરમાં સારી તેજી

વધારા સાથે ખુલ્યું શૅર બજાર, વિપ્રો અને ICICI બેન્કના શૅરમાં સારી તેજી

21 July, 2020 09:42 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વધારા સાથે ખુલ્યું શૅર બજાર, વિપ્રો અને ICICI બેન્કના શૅરમાં સારી તેજી

બીએસઈ

બીએસઈ


શૅર બજાર મંગળવારે પણ સારા ઉછાળા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ મંગળવારે 404.62 અંકના વધારા સાથે 37,823.61 પર ખુલ્યું છે. સાથે જ મંગળવારે સવારે 9 વાગીને 21 મિનિટ પર 1.17% એટલે 437.42 અંકના ઉછાળા સાથે 37,856.41 વપર ટ્રેન્ડ કરી રહ્યા હતા. મંગળવારે શરૂઆતના કારોબારમાં બીએસઈના સેન્સેક્સ 30 શૅરોમાંથી 29 શૅર લીલા નિશાન પર અને માત્ર એક શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા.

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીમાં પણ મંગળવારે સવારે વધારા સાથે કારોબાર કરતા દેખાયા. શરૂઆતના કારોબારમાં સવારે 9 વાગીને 24 મિનિટ પર નિફ્ટી 1.02% એટલે 112.50 અંકના ઉછાળા સાથે 11,134.70 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં નિફ્ટીના 50 શૅરોમાંથી 43 શૅર લીલા નિશાન પર અને ફક્ત 7 શૅર લાલ નિશાન પર ટ્રન્ડ કરતા દેખાયા.



બધા સેક્ટોરિયલ ઈન્ડેક્સ લીલા નિશાન પર


સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો, મંગળવારે શરૂઆતના કારોબારમાં બધા સેક્ટોરિયલ ઈન્ડેક્સ લીલા નિશાન પર દેખાયા હતા. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં સૌથી વધારે વધારો નિફ્ટી પીએસયૂ બેન્કમાં 2.26% જોવા મળી. એ સિવાય નિફ્ટી ઑટોમાં 1.31%, નિફ્ટી એફએમસીજીમાં 0.36%, નિફ્ટી ફાર્મામાં 0.57%, નિફ્ટી બેન્કમાં 1.74%, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં પણ 1.74%, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસમાં 1.65%, નિફ્ટી આઈટીમાં 0.91%, નિફ્ટી મીડિયામાં 0.80%, નિફ્ટી મેટલમાં 0.41% અને નિફ્ટી રિયલ્ટીમાં 1.22%ની તેજી જોવા મળી.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 09:42 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK