Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રામાં નબળાઈ

ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રામાં નબળાઈ

10 July, 2020 09:53 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રામાં નબળાઈ

બીએસઈ

બીએસઈ


ભારતીય શૅર બજાર સપ્તાહના અંતિક કારાબોરી દિવસે એટલે શુક્રવારે ઘટાડા સાથે ખુલ્યું છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 36,526.22 સુધી ઘટ્યુ, જ્યારે નિફ્ટીએ 10,757.80 સુધી પહોંચ્યુ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3%ની નબળાઈ દેખાઈ રહી છે.

સ્મૉલકેપ શેરોમાં મજબૂતી અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યુ છે. BSEના મિડકેપ ઈન્ડેક્સમાં 0.16%ની નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.19%નો ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.07%ના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.



હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 110.72 અંક એટલે કે 0.30%ના ઘટાડાની સાથે 36626.97 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 30.20 અંક એટલે કે 0.28% ઘટીને 10783.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 0.66-0.15 ટકા વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.78% ઘટાડાની સાથે 22727.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા શેરોમાં મજબૂતી દેખાઈ રહી છે.

દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, ભારતી ઈન્ફ્રાટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, એચડીએફસી અને ટાઈટન 1.43-3.09% સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં સન ફાર્મા, એસબીઆઈ, યુપીએલ, રિલાયન્સ, ભારતી એરટેલ અને સિપ્લા 0.88-1.89% સુધી વધ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2020 09:53 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK