વધારા સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સમાં 532 અંકનો ઉછાળો, નિફ્ટી 10,000ને પાર

Published: Jun 03, 2020, 09:50 IST | Gujarati Mid-day Online Correspondent | Dalal Street Mumbai

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 531.35 અંક વધીને 34,356.88 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 129.20 અંકોના વધારા સાથે 10,108.30 પર ખુલ્યું.

ભારતીય શૅર બજાર
ભારતીય શૅર બજાર

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 531.35 અંક વધીને 34,356.88 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 129.20 અંકોના વધારા સાથે 10,108.30 પર ખુલ્યું. નિફ્ટીના 20 શૅરોમાંથી 34 શૅર લીલા નિશાન પર અને 15 શૅર લાલ નિશાન અને 1 શૅર પરિવર્તન વગર કારોબાર કરતા દેખાયા. સવારે 9 વાગીને 20 મિનિટ પર સેન્સેક્સ 573.53 અંકોના વધારા સાથે 34,399.06 પર નિફ્ટી 160.55 અંક ઉછળીને 10,139.65 પર કારોબાર કરી રહ્યા હતા.

મંગળવારે ભારતીય શૅર બજાર ભારે વધારા સાથે બંધ થયું છે. આ રીત સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચમાં સત્રમાં તેજી સાથે બંધ થયું. નિફ્ટી મંગળવારે 10,000 અંકની નજક પહોંચીને બંધ થયું. સકારાત્મક સંકેતો અથવા મજબૂત ધારણા વચ્ચે સેન્સેક્સ મંગળવારે 522.01 અંક એટલે 1.57%ની તેજી સાથે 33825.63 પર બંધ થયું છે.

શૅરોમાં બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક બ્રિટાનિયા, એચડીએફસી બેન્ક, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ઝી લિમિટેડ અને ગેલ સામેલ છે. દિગ્ગજ શૅરોમાં ટીસીએસના સિવાય બધા શૅર લીલા નિશાન પર ખુલ્યું છે.

મંગળવારે અમેરિકાના ડાઓ જોન્સ 1.05%ના વધારા સાથે 267.63 અંક ઉપર જઈને 25,742.70 પર બંધ થયું હતું. નાસ્ડેક 0.59% વધારા સાથે 56.33 અંક ઉપ 9608.38 પર બંધ થયું. એસએન્ડપી 0.82% વધારા સાથે 25.09 અંક વધીને 3080.82 પર બંધ થયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK