સપ્તાહના બીજા દિવસે શૅર બજારમાં ઘટાડો, બજાજ ઑટોના શૅર્સ તૂટ્યા

Published: Sep 08, 2020, 09:38 IST | Gujarati Mid-day Online Correspondent | Dalal Street Mumbai

મંગળવારે સેન્સેક્સ 64.53 અંક ઘટીને 38352.70 અંક પર ખુલ્યું છે. તેમ જ નિફ્ટી 17.10 અંક ઘટીને 11337.90 અંક પર ખુલ્યું છે.

બીએસઈ
બીએસઈ

મંગળવારે સેન્સેક્સ 64.53 અંક ઘટીને 38352.70 અંક પર ખુલ્યું છે. તેમ જ નિફ્ટી 17.10 અંક ઘટીને 11337.90 અંક પર ખુલ્યું છે. છેલ્લા કારોબારી દિવસ સેન્સેક્સ 60.05 અંક ચઢીને 38,417.23 અંક પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 21.20 અંકના વધારા સાથે 11,355.05 અંક પર બંધ થયું. આની પહેલા વૈશ્વિક બજારોના નકારાત્મક વલણના વચ્ચે સોમવારે ઘરેલૂ શૅર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું.

સેન્સેક્સની કંપનીઓનામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શૅર સૌથી વધારે લગભગ બે ટકાના નુકસાનમાં હતા. બજાજ ઑટો, કોટક બેન્ક, એચડીએફસી બેન્ક, એચસીએલ ટેક, બજાજ ફાઈનાન્સ, ભારતી, એરટેલ, આઈટીસી અને અલ્ટ્રાટેક સિમેન્ટના શૅર પણ ઘટાડા સાથે કારોબાર કરતા દેખાયા.

સોમવારે દુનિયાભરના બજારોમાં મિશ્ર કારોબાર થતો જોવા મળ્યો. અમેરિકા બજાર ડાઉ જોન્સ 159.42 અંક નીચે 28,133.30 પર બંધ થયું હતું. બીજી તરફ અમેરિકા બજાર નાસ્ડેકમાં ફ્લેટ કારોબાર રહ્યો અને ઈન્ડેક્સ 11,622.10 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 28.10 અંક નીચે 3426.96 પર બંધ થયું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK