Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શરૂઆતના કારોબારમાં ઘટાડો યથાવત, સેન્સેક્સ 250 અને નિફ્ટી 60 અંક નીચે

શરૂઆતના કારોબારમાં ઘટાડો યથાવત, સેન્સેક્સ 250 અને નિફ્ટી 60 અંક નીચે

30 September, 2019 09:44 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શરૂઆતના કારોબારમાં ઘટાડો યથાવત, સેન્સેક્સ 250 અને નિફ્ટી 60 અંક નીચે

શરૂઆતના કારોબારમાં ઘટાડો યથાવત

શરૂઆતના કારોબારમાં ઘટાડો યથાવત


સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર બજારના શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ સોમવારે 50 અંકોના મામૂલી વધારા સાથે 38,873.12 પર ખુલ્યું છે. માર્કેટ ઓપન થયા બાદ સેન્સેક્સ સવારે 9 વાગીને 32 મિનિટ પર સમાચાર લખે ત્યા સુધી 38,633.25 અંકો સુધી ગયા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે 21.25 અંકોના મામૂલી ઘટાડા સાથે 11,491.15 પર ખુલ્યું છે. સમાચાર લખે ત્યા સુધી 11,460.25 અંકો સુધી ગયા.

સોમવારે 9 વાગીને 35 મિનિટ પર સેન્સેક્સ 154.25 અંકોના ઘટાડા સાથે 38,670.29 પર કારોબાર કરી રહ્યા હતા અને નિફ્ટી 44.05 અંકોના ઘટાડા સાથે 11,468.35 પર કારોબાર કરી રહ્યા હતા. આ સમય પર નિફ્ટીની 50 કંપનીઓમાંથી 15 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 35 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.



આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી


શરૂઆતના કારોબારમાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીના 50 કંપનીઓના શૅરોમાંથી સૌથી વધારે તેજી HCL Technologies, TCS, Infosys, Tech Mahindra અને UPL કંપનીઓના શૅરોમાં દેખાઈ.

આ કંપનીઓના શૅરોમા દેખાયો ઘટાડો


શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી YES BANK, IndusInd Bank, JSW Steel, CIPLA અને TATA STEEL કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો દેખાયો.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 09:44 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK