Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > 275 અંકોના વધારા સાથે ખુલ્યું સેન્સેક્સ, શરૂઆતના કારોબારમાં તેજી

275 અંકોના વધારા સાથે ખુલ્યું સેન્સેક્સ, શરૂઆતના કારોબારમાં તેજી

14 August, 2019 10:21 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

275 અંકોના વધારા સાથે ખુલ્યું સેન્સેક્સ, શરૂઆતના કારોબારમાં તેજી

શરૂઆતના કારોબારમાં શૅરબજારમાં તેજી

શરૂઆતના કારોબારમાં શૅરબજારમાં તેજી


શૅર બજાર આજે બુધવારે ભારે તેજી સાથે ખુલ્યું છે, સાથે જ શરૂઆતના કારોબારમાં પણ વધારો જોવા મળ્યો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 375.34 અંકોના ભારે વધારા સાથે 37,233.50 પર ખુલ્યું. બાદ સમાચાર લખતા સમયે 37,250.07 અંકો સુધી પહોંચ્યું. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે લગભગ 78 અંકોના ભારે વધારા સાથે 11,003.25 પર ખુલ્યું. સમાચાર લખે ત્યા સુધી 11,003.75 અંકો સુધી ગયું.

આજે સવારે સાડા નવ વાગ્યે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 111.33 અંકોની તેજી સાથે 37,069.49 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે સાડા નવ વાગ્યે 32.20 અંકોની તેજી સાથે 10,958.05 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 34 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 16 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.



આ કંપનીઓના શૅરોમાં તેજી દેખાઈ


નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની 50 કંપનીઓના શૅરોમાંથી સૌથી વધારે તેજી Indiabulls Housing Finance Limited, TATA STEEL, Vedanta Limited, GAIL અને Zee Entertainment Enterprises Limited કંપનીઓના શૅરોમાં જોવા મળી રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો


નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી Dr. Reddy's Laboratories Limited, SUN PHARMA, WIPRO, POWERGRID અને CIPLA કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2019 10:21 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK