Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યું, રિલાયન્સના શૅરમાં ઉછાળો

સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યું, રિલાયન્સના શૅરમાં ઉછાળો

05 June, 2020 09:45 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યું, રિલાયન્સના શૅરમાં ઉછાળો

શૅર માર્કેટ

શૅર માર્કેટ


સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ એકવાર ફરીથી શૅર બજાર મજબૂતી સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શૅરોવાળા સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 217 અંકના ઉછાળા સાથે 34198ના સ્તર પર ખુલ્યું ત્યારે નેશનલ સ્ટક એક્સચેન્જના નિફ્ટીએ 10000 પાર કરીને કારોબારની શરૂઆત કરી. સવારે પોણા દસ વાગ્યે 291.23 અંકોના વધારા સાથે 34,271.93 અને નિફ્ટી 101.15 અંકોની તેજી સાથે 10,130.25 પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 39 શૅર લીલા નિશાન પર અને 11 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

અબુ ધાબીની મુબાડાલા ઈન્વેસ્ટમેન્ટ કંપની જિયો પ્લેટફૉર્મમાં 1.85% હિસ્સેદારી માટે 9039.6 કરોડ રૂપિયાના રોકાણના સમાચાર બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅરમાં 1614.95 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો.



ગુરૂવારે સેન્સેક્સના છેલ્લા સત્રમાં 128.84 અંક એટલે 0.38% લપસીને 33,980.70 પર બંધ થયુ અને નિફ્ટી પણ 32.45 અંક એટલે 0.32%ની કમજોરી સાથે 10,029.10 પર પહોંચ્યું.


ગુરૂવારે દુનિયાભરમાં બધા બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. અમેરિકી બજાર ડાઓ જોન્સની વાત કરીએ તો તે 0.05%ના વધારા સાથે 11.93 અંક ઉપર 26,281.80 પર બંધ થયું હતું. ત્યારે બીજી તરફ નાસ્ડેક 0.69%ના ઘટાડા સાથે 67.10 અંક નીચે 9,615.81 પર બંધ થયું હતું. એસએન્ડપી 0.34%ના ઘટાડા સાથે 10.52 અંક ઉપર 3112.35 નીચે હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2020 09:45 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK