શૅર બજાર: સેન્સેક્સમાં 141 અંકનો ઉછાળો, નિફ્ટી 9800 પર ખુલ્યું

Published: Jun 02, 2020, 09:46 IST | Gujarati Mid-day Online Correspondent | Dalal Street Mumbai

આજના કારોબારી સત્રના બીજા કારોબારી દિવસે ભારતીય બજારોમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.

બીએસઈ
બીએસઈ

આજના કારોબારી સત્રના બીજા કારોબારી દિવસે ભારતીય બજારોમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી 9900ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 141 અંકોનો વધારો દેખાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.43%ની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.58% વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.84%નો વધારો નોંધવામાં આવ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.68%ની મજબૂતી દેખાઈ રહી છે.

હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 141.76 અંક એટલે કે 0.43%ના વધારાની સાથે 33445.28ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 42.20 અંક એટલે કે 0.43%ની મજબૂતીની સાથે 9868.35ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ફાર્મા, રિયલ્ટી, ઑટો અને મેટલ શેરોમાં 1.04-0.53% ની તેજી દેખાઈ રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.43% ઘટાડાની સાથે 19873.35ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી અને આઈટી શેરોમાં દબાણ દેખાઈ રહ્યુ છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક, હિરો મોટોકૉર્પ, એમએન્ડએમ, આઈશર મોટર્સ, હિંડાલ્કો, એચડીએફસી અને બજાજ ફાઈનાન્સ 1.29-4.62% સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, આઈટીસી, એસબીઆઈ અને એચડીએફસી બેન્ક 1.05-1.71% ઘટ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK