Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શરૂઆતમાં બજારમા ઘટાડો, હિન્દુસ્તાન યૂનિલીવર, બજાજ ફાઈનાન્સના શૅર તૂટ્યા

શરૂઆતમાં બજારમા ઘટાડો, હિન્દુસ્તાન યૂનિલીવર, બજાજ ફાઈનાન્સના શૅર તૂટ્યા

22 July, 2020 09:46 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શરૂઆતમાં બજારમા ઘટાડો, હિન્દુસ્તાન યૂનિલીવર, બજાજ ફાઈનાન્સના શૅર તૂટ્યા

બીએસઈ

બીએસઈ


ભારતીય શૅર બજાર બુધવારે વધારા સાથે ખુલ્યું છે, પરંતુ શરૂઆતના કારોબારમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ બુધવારે 47.74 અંકના વધારા સાથે 38,178.07 પર ખુલ્યું છે. બુધવારે સવારે સાડા નવ વાગ્યે 0.13% એટલે 49.36 અંકના ઘટાડા સાથે 37,880.97 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. બુધવારે શરૂઆતના કારોબારમાં બીએસઈના સેન્સેક્સના 30 શૅરોમાંથી 12 શૅલ લીલા નિશાન પર અને 18 શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા.

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પણ બુધવારે શરૂઆતના કારોબારમાં મામૂલી ઘટાડા સાથે ટ્રેન્ડ કરતા દેખાયા. શરૂઆતના કારોબારમાં સવારે 9 વાગીને 32 મિનિટે નિફ્ટી 0.06% એટલે 7.10 અંકના ઘટાડા સાથે 11,155.15 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં નિફ્ટીના 50 શૅરોમાંથી 23 શૅર લીલા નિશાન પર અને 27 લાલ નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા.



સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો, બુધવારે શરૂઆતના કારોબારમાં 11 સેક્ટોરિયલ ઈન્ડેક્સમાંથી 4 લીલા નિશાન પર અને 7 લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા. સેક્ટોરિયલ ઈન્ડેક્સ સૌથી વધારે વધારો નિફ્ટી ફાર્મામાં 1.84% જોવા મળી. એ સિવાય નિફ્ટી બેન્કમાં 0.33%, નિફ્ટી મેટલમાં 0.63% અને નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.48% વધારો જોવા મળ્યો. જ્યાં નિફ્ટી ઑટોમાં 0.82%, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસમાં પણ 0.22%, નિફ્ટી એફએમસીજીમાં 0.27%, નિફ્ટી આઈટીમાં 0.55%, નિફ્ટી મીડિયામાં 0.68%, નિફ્ટી પીએસયુ બેન્કમાં 1.14% અને નિફ્ટી રિયલ્ટીમાં 0.05%નો ઘટાડો જોવા મળ્યો.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2020 09:46 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK