આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે શૅર બજાર ભારે ઉછાળા સાથે બંધ થયું છે. બીએસઈના સેન્સેક્સ 724.02 અંક ઉપર 41,340.16ના સ્તર પર અને એનએસઈના નિફ્ટી 211.80 અંક ઉછળીને 12,120.30ના સ્તર પર બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 48 શૅર લીલા નિશાન અને 2 શૅર લાલ નિશાન પર બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 499.51 અંક ઉપર 41115.65ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત 143.80 અંકોની તેજી સાથે 12052.30 પર થઈ. છેલ્લા કારોબારી દિવસ સેન્સેક્સ 355.01 અંક વધીને 40,616.14 અને એનએસઈ નિફ્ટી 95 અંક મજબૂત થઈને 11,908.50 અંક પર બંધ થયું.
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડેનની જીતના સંકેતો વચ્ચે રૂપિયો ગુરૂવારના શરૂઆતના કારોબાર દરમિયાન અમેરિકી ડૉલરના મુકાબલે 40 પૈસા મજબૂત થઈને 74.36 પર બંધ થયું. કારોબારીઓએ કહ્યું કે ભારતીય શૅર બજારમાં તેજી અને અમેરિકા મુ્દ્રાના કમજોર વલણના ચાલતા રૂપિયાને મજબૂતી મળી. ઇન્ટરબેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો અમેરિકા ડૉલરના મુકાબલે 74.35 પર ખુલ્યો અને કારોબારના અંતમાં 74.36 પર બંધ થયો, જે છેલ્લે બંધ ભાવના મુકાબલે 40 પૈસાનો વધારો દર્શાવે છે.
રૂપિયો બુધવારે 35 પૈસાના ઘટાડા સાથે 10 સપ્તાહના નીચલા સ્તર 74.76 પર બંધ થયો હતો. આની વચ્તે છ પ્રમુખ મુદ્રાઓના મુકાબલે અમેરિકી ડૉલરની સ્થિતિને દર્શાવતા ડૉલર ઈન્ડેક્સ 0.22 ટકા ઘટીને 93.20 પર હતો. શૅર બજારના આંકડા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ બુધવારે 146.22 કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા. આ બધાની વચ્ચે વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદા 0.75 ટકા ઘટીને 40.92 અમેરિકી ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયો.
Share Market: સેન્સેક્સે પાર કર્યો 50,000નો આંકડો, નિફ્ટી પણ 14,700 ઉપર
21st January, 2021 09:42 ISTસેન્સેક્સ માટે વો ઘડી આ ગઈ...50000 આજે પૉસિબલ
21st January, 2021 08:01 ISTસેન્સેક્સ નવા વિક્રમ ઉંચાઈએ થયું બંધ, IT,Auto કંપનીના શૅરોમાં તેજી
20th January, 2021 15:48 ISTShare Market: શૅર બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 49000ને પાર
20th January, 2021 09:48 IST