Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારે ઉછાળા સાથે બંધ થયું શૅર બજાર, પાવર ગ્રિડ, મારૂતિના શૅરોમાં તેજી

ભારે ઉછાળા સાથે બંધ થયું શૅર બજાર, પાવર ગ્રિડ, મારૂતિના શૅરોમાં તેજી

21 July, 2020 03:45 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારે ઉછાળા સાથે બંધ થયું શૅર બજાર, પાવર ગ્રિડ, મારૂતિના શૅરોમાં તેજી

બીએસઈ

બીએસઈ


સકારાત્મક સંકેતો અને મજબૂત સેન્ટિમેન્ટના કારણથી મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી સારા વધારા સાથે બંધ થયું. બીએસઈના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 511.34 અંક એટલે 1.37%ના વધારા સાથે 37,930.33 અંક પર બંધ થયું. જ્યાં એનએસઈ નિફ્ટી 140.10 અંક એટલે 1.27%ની તેજી સાથે 11162.30 અંક પર બંધ થયું. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો ઑટો, બેન્ક, ઊર્જા, ધાતુના શૅર લીલા નિશાન સાથે બંધ થયું. જ્યાં ફાર્મા અને એફએમસીજી સેક્ટરના સ્ટૉકમાં દબાણ જોવા મળ્યું.

સેન્સેક્સ પર પાવર ગ્રિડના શૅરમાં 6.14% તેજી જોવા મળી. મારૂતિ સ્ટૉક 4.53%ના વધારા સાથે બંધ થયું. આઈસીઆઈસીઆઈ બેન્કના શૅરમાં 4.41%ની તેજી જોવા મળી.



એ જ રીતે, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, રિલાયન્સ, ઓએનજીસી અને લાર્સન એન્ડ ટુબ્રો પણ બે ટકાથી વધુ વધીને બંધ થયા છે. સ્ટેટ બેન્ક, ટાટા સ્ટીલ, એનટીપીસી, ટાઇટન, ટીસીએસ, એચડીએફસી બેન્ક, એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને નેસ્લે ઈન્ડિયાના શેરો લીલા નિશાન સાથે બંધ થયા છે.


તે જ સમયે, બજાજ ફાઈનાન્સના શેરમાં 4.31 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ, સન ફાર્મા, ઈન્ડસઇન્ડ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ટેક મહિન્દ્રા, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ઑટોના શેર લાલ નિશાન સાથે બંધ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 03:45 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK