તેજી સાથે બંધ થયુ શૅર બજાર, સેન્સેક્સ 163 તો નિફ્ટી 58 અંક ઉપર

Published: Sep 09, 2019, 15:50 IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

ભારતીય શૅર બજારના શરૂઆતના સપ્તાહના પહેલા કારોબારી દિવસ ઘટાડા સાથે થયું પરંતુ દિવસનો કારોબાર તેજી સાથે પૂર્ણ થયો છે.

તેજી સાથે બંધ થયુ શૅર બજાર
તેજી સાથે બંધ થયુ શૅર બજાર

ભારતીય શૅર બજારના શરૂઆતના સપ્તાહના પહેલા કારોબારી દિવસ ઘટાડા સાથે થયું પરંતુ દિવસનો કારોબાર તેજી સાથે પૂર્ણ થયો છે.

સવારે 12.29 અંકોના ઘટાડા સાથે ઓપન થયેલા સેન્સેક્સ ઈન્ડેક્સે થોડા સમયમાં તેજી બતાવવા લાગ્યા અને બાદ એક કલાકમાં 170થી વધારે અંક વધી ગયું. દિવસભર ચાલેલા ઉતાર-ચઢાવ બાદ સેન્સેક્સ જ્યાં 163 અંકોની તેજી સાથે 37,145ના સ્તર પર બંધ થયું. જ્યાં નિફ્ટી 58 અંક વધીને 11,004ના સ્તર પર બંધ થયું છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, યુપીએલ, મારૂતિ સુઝુકી, એલટી, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેન્ક અને બજાજ ફિનસર્વ 1.77-4.30 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, આઈશરો મોટર્સ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, બજાજ ઑટો અને ટાટા સ્ટીલ 0.96-1.40 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં આરબીએલ બેન્ક, ટાટા પાવર, બ્લુ ડાર્ટ, એનબીસીસી(ઈન્ડિયા) અને જીઈ ટીએન્ડડી ઈન્ડિયા 7.20-4.63 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં આદિત્યા બિરલા ફેશન, અજંતા ફાર્મા, ગ્લેનમાર્ક, અશોક લેલેન્ડ અને વક્રાંગી 2.73-1.81 ટકા સુધી લપસીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં રેન ઈન્ડસ્ટ્રીઝ, ધ બાયક હોસ્પિટલ, એક્શન કંસ્ટ્રક્શન, અનુહ ફાર્મા અને માસ્ટેક 19.99-12.39 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સોમાની સિરામિક્સ, હાથવે કેબલ, ઇક્વિટાસ હોલ્ડિંગ્સ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ અને શેમારૂ એન્ટરપ્રાઇઝ 19.99-5.58 ટકા સુધી તૂટીને બંધ થયા છે.

ડૉલરના મુકાબલે રૂપિયાની વાત કરીએ તો 5 પૈસાના વધારા સાથે ખુલ્યો છે. સોમવારે એક ડૉલરના મુકાબલે રૂપિયો 71.67 પર રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK