Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 55 અંકનો ઉછાળો

શૅર બજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 55 અંકનો ઉછાળો

07 July, 2020 09:49 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૅર બજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 55 અંકનો ઉછાળો

બીએસઈ

બીએસઈ


શૅર માર્કેટની શરૂઆત આજે ઉછાળા સાથે જોવા મળી રહી છે. આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર દેખાઈ રહ્યો છે. નિફ્ટી 10800ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 55 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ 0.15 અને નિફ્ટી 0.06 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.26 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.14%ની મજબૂતી દેખાઈ રહી છે.



હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 55.30 અંક એટલે કે 0.15%ના વધારાની સાથે 36542.58 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 6.90 અંક એટલે કે 0.06%ની મજબૂતીની સાથે 10770.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, ઑટો, ફાર્મા અને મેટલ શેરોમાં 0.47-0.07%ની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.20% વધારાની સાથે 22,309.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાઈનાન્સ સર્વિસ અને આઈટી શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, બજાજ ઑટો, ટાટા મોટર્સ, ટીસીએસ, વિપ્રો અને બજાજ ફિનસર્વ 1.39-2.83%સુધી ઉછળીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, પાવર ગ્રિડ, ઓએનજીસી, બીપીસીએલ, એમએન્ડએમ, યુપીએલ અને ગ્રાસિમ 1.35-2.21% ઘટાડો નોંધાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 09:49 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK