Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર માર્કેટની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સમાં 176 અંકનો ઉછાળો

શૅર માર્કેટની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સમાં 176 અંકનો ઉછાળો

03 July, 2020 09:42 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૅર માર્કેટની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સમાં 176 અંકનો ઉછાળો

બીએસઈ

બીએસઈ


દિવસનો કારોબાર શરૂ થતા શૅર બજારે મજબૂતી કાયમ રાખી છે. આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 10,600ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 176 અંકોનો ઉછાળો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5%ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાઈ રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.74% વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.55%નો વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.62%ની મજબૂતી દેખાઈ રહી છે.



હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 176.68 અંક એટલે કે 0.49%ના વધારાની સાથે 36020.38ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 56.50 અંક એટલે કે 0.54%ની મજબૂતીની સાથે 10608.20ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પ્રાઇવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ફાર્મા, મેટલ, આઈટી અને ઑટો શેરોમાં 0.82-0.14%ની તેજી જોવા મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.50% વધારાની સાથે 22,062.10ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, યુપીએલ, એક્સિસ બેન્ક, એલટી, બીપીસીએલ અને પાવર ગ્રિડ 1.23-2.17% સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, મારૂતિ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ફોસિસ અને એમએન્ડએમ 0.01-0.33% ઘટ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2020 09:42 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK