Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજાર: અંતે બજારે વધારો ગુમાવ્યો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

શૅર બજાર: અંતે બજારે વધારો ગુમાવ્યો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

11 May, 2020 04:37 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૅર બજાર: અંતે બજારે વધારો ગુમાવ્યો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

ભારતીય શૅર બજાર

ભારતીય શૅર બજાર


સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે સોમવારે દિવસભરના કારોબાર દરમિયાન બજાર વધારો ગુમાવીને બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 81.48 અંક એટલે 0.26%ના ઘટાડા સાથે 31,561.22ના સ્તર પર બંધ થયું છે. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 12.30 અંક એટલે 0.13%ના ઘટાડા સાથે 9239.20ના સ્તર પર બંધ થયું છે.

દિગ્ગજ શૅરોની વાત કરીએ તો આજે હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, ઇન્ફ્રાટેલ, બજાજ ઑટો, મારુતિ, ગ્રાસિમ, વેદાન્તા લિમિટેડ, ઝી લિમિટેડ અને જેએસડબ્લ્યુ સ્ટીલના શેર લીલા નિશાન પર બંધ થયા છે. આઈસીઆઈસીઆઈ બેંક, બીપીસીએલ, ડૉ રેડ્ડી, કોટક બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, એચડીએફસી બેંક, નેસ્લે, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટેક મહિન્દ્રા લાલ નિશાન પર બંધ થયા છે.



જો આપણે સેક્ટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે એફએમસીજી, ફાર્મા, બેન્કો, ખાનગી બેન્કો અને પીએસયુ બેન્કો લાલ નિશાન પર બંધ છે. આઈટી, મીડિયા, ઑટો, રિયલ્ટી અને મેટલ લીલા નિશાન પર બંધ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2020 04:37 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK