Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Share Market: શૅર બજારની સપાટ શરૂઆત, ઈન્ફોસિસ અને વિપ્રોના શૅરમાં તેજી

Share Market: શૅર બજારની સપાટ શરૂઆત, ઈન્ફોસિસ અને વિપ્રોના શૅરમાં તેજી

13 October, 2020 09:38 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Share Market: શૅર બજારની સપાટ શરૂઆત, ઈન્ફોસિસ અને વિપ્રોના શૅરમાં તેજી

બીએસઈ

બીએસઈ


આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે શૅર બજાર સપાટ સ્તર પર ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સની શરૂઆત 60.76 અંક નીચે 40533.04ના સ્તર પર થઈ છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 3.70 અંકોના મામૂલી વધારા સાથે 11934.65ના સ્તર પર ખુલ્યું છે. છેલ્લા કારોબારી દિવસે સતત આઠમાં કારોબારી સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 84.31 અંક ઉપર 40593.80ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 16.75 અંકના વધારા સાથે 11930.95ના સ્તર પર બંધ થયું હતું. સવારે સાડા નવ વાગ્યે નિફ્ટીના 50 શૅરોમાંથી 33 શૅર લીલા નિશાન પર અને 17 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા, જ્યારે સેન્સેક્સ 64.82 અંક ઉપર 40,658.62ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

આજના પ્રમુખ શૅરોમાં ઈન્ફોસિસ, વિપ્રો, સિપ્લા, એશિયન પેન્ટ્સ અને અદાણી પોર્ટ્સના શૅરની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી, તેમ જ એક્સિસ બેન્ક, ગ્રાસિમ, ગેલ, ભારતી એરટેલ અને જેએસડબલ્યૂ સ્ટીલના શૅરોમાં ઘટાડો થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2020 09:38 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK