સેન્સેક્સમાં 200થી વધારે અંકોની તેજી, નિફ્ટી 11,400ની પાર ખુલ્યું

Mar 15, 2019, 09:34 IST

સપ્તાહના અંતિમ કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે ઝડપી શરૂઆત કરી છે.

સેન્સેક્સમાં 200થી વધારે અંકોની તેજી, નિફ્ટી 11,400ની પાર ખુલ્યું
શૅર બજારની ઝડપી શરૂઆત

સપ્તાહના અંતિમ કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે ઝડપી શરૂઆત કરી છે. સવારે સાડા નવ વાગ્યે સેન્સેક્સ 205 અંકોની તેજી સાથે 37,960 પર અને નિફ્ટી 62 અંકોની તેજી સાથે 11,405 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સની વાત કરીએ તો 42 શેર્સ લીલા અને 8 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.61%ની તેજી અને સ્મૉલકેપ 0.52%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે ગુરૂવારે સેન્સેક્સ 2.72 અંકોની તેજી સાથે 37,754 પર અને નિફ્ટી 1.55 અંકોની તેજી સાથે 11,343 પર કારોબાર કરી બંધ થયો હતો.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે પોણા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.72%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 1.05%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.51%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.91%ની તેજી, નિફ્ટી મેટલ 0.02%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.56%ની તેજી, નિફ્ટી રિયલ્ટી 0.38%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો શુક્રવારના કારોબારી સત્રમાં એશિયાઈ બજારોએ સારી શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 1.02%ની તેજી સાથે 21504 પર, ચીનના શાંઘાઈ 1.82%ની તેજી સાથે 3045 પર, હેન્ગસેન્ગ 1.05%ની તેજી સાથે 29155 પર અને તાઈવાનના કૉસ્પી 0.94%ની તેજીી સાથે 2175 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.03%ની તેજી સાથે 25709 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.09%ના ઘટાડા સાથે 2808 પર અને નાસ્ડેક 0.16%ના ઘટાડા સાથે 7630 પર કારોબાર કરી બંધ થયું હતું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK