Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય અર્થતંત્રને $5 ટ્રિલિયનનું બનાવવા ધીમી લોનવૃદ્ધી અવરોધ રૂપ

ભારતીય અર્થતંત્રને $5 ટ્રિલિયનનું બનાવવા ધીમી લોનવૃદ્ધી અવરોધ રૂપ

20 August, 2019 06:10 PM IST | Mumbai

ભારતીય અર્થતંત્રને $5 ટ્રિલિયનનું બનાવવા ધીમી લોનવૃદ્ધી અવરોધ રૂપ

ભારતીય અર્થતંત્ર

ભારતીય અર્થતંત્ર


Mumbai : ભારત સરકાર દેશનું અર્થતંત્ર મજબુત બનાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે તેને વધુ એક ફટકો પડ્યો છે. ભારત સરકારનું લક્ષ્યાંક અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું છે. પરંતુ SMEs જેવા સેક્ટર્સ માટે લોનની નીચી માંગ અને ઊંચી NPAs નો અવરોધ નડી શકે છે. FICCI-IBA ની બેન્કિંગ કોન્ફરન્સમાં બેન્કના CEOs એ પોતાના મત મુક્યા હતા.

કોન્ફરન્સમાં SBI, Axis સહીતની બેન્કોના CEO હાજર રહ્યા હતા
SBI, PNB, એક્સિસ બેન્ક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, સિટીબેન્ક અને બંધન બેન્કના CEOsની પેનલ ચર્ચામાં બેન્કિંગ એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, અર્થતંત્રનાં કેટલાંક સેગમેન્ટ્સમાં તકો છે, પણ ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા ઘણા પ્રયાસ કરવા પડશે. 

RBI ના ગવર્નર શક્તિકાંત દાસે નકારાત્મકતા છોડવાની સલાહ આપી
આ કોન્ફરન્સમાં
RBI ગવર્નર શક્તિકાંત દાસે બેન્કર્સ અને બિઝનેસમેનને નકારાત્મકતા છોડવાની સલાહ આપી હતી. તેમણે માત્ર સમસ્યા જ નહીં, આગામી સમયમાં આવનારી તકોને જોવાની હિમાયત કરી હતી. ત્યાર પછી બેન્કર્સે ઝડપી આર્થિક વૃદ્ધિ માટે સઘન પ્રયાસો કરવાનો મત વ્યક્ત કર્યો હતો.

કેટલાક સેક્ટર્સની વૃદ્ધિ ધીમી પડી છે અને ધિરાણદર પણ ઘટ્યો : PNB
PNBના CEO સુનિલ મહેતાએ જણાવ્યું હતું કે, '5 ટ્રિલિયન ડોલરના ટાર્ગેટ માટે ઘણા પ્રયાસ કરવા પડશે. કેટલાક સેક્ટર્સની વૃદ્ધિ ધીમી પડી છે અને ધિરાણદર પણ ઘટ્યો છે. હાલ બેન્કિંગ સિસ્ટમમાં કુલ ધિરાણ ₹98 લાખ કરોડ છે અને ભારતે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવું હોય તો ધિરાણનો આંકડો ₹188 લાખ કરોડ હોવો જોઈએ. એનો અર્થ એ થયો કે, આપણે એ વૃદ્ધિ હાંસલ કરવા વર્ષે 20 ટકા ગ્રોથ કરવો પડશે." બેન્કર્સે જણાવ્યું હતું કે, 'તકો છે, પણ બેન્કોએ સાવચેત રહેવું જોઈએ. તેમણે વિવિધ હિસ્સેદારો પરની અસરનું મૂલ્યાંકન કરવું જરૂરી છે."

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

ડેટા સુચવા છે કે સ્થિતિ મુશ્કેલ છે,વેચાણ ઘટ્યું છે અને દબાણ વધી રહ્યું છે : Axis Bank
એક્સિસ બેન્કના CEO અમિતાભ ચૌધરીએ જણાવ્યું હતું કે, 'ડેટા સૂચવે છે કે સ્થિતિ મુશ્કેલ બની રહી છે. વેચાણ ઘટ્યું છે અને દબાણ વધી રહ્યું છે, જે એક બેન્કર તરીકે મને સાવચેત રહેવાનો સંકેત આપે છે. તકો છે, પણ આપણે શેરધારકો અને બોર્ડનાં હિતોનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે." 


SBIના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે, 'SBIમાં અમે ₹1 લાખથી ₹5 કરોડ સુધીની લોન ઓનલાઇન ચેનલ્સ દ્વારા મંજૂર કરી શકીએ છીએ. GST, ITR અને બેન્ક સ્ટેટમેન્ટ્સના ડેટાનો ઉપયોગ કરી અમે ધિરાણ મેળવી લોનની ફાળવણી કરી શકીએ છીએ. આ બહુ શક્તિશાળી સાધન છે. હવે અમે ₹5 કરોડ સુધીની લોન આપી શકીએ છીએ, જે ₹25 કરોડ સુધીનું ટર્નઓ‌વર ધરાવતી કંપનીઓને મદદરૂપ બની શકે.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 06:10 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK