અહીં સસ્તું મળી રહ્યું છે કરિયાણું, આ રીતે લો ફાયદો

Published: Aug 13, 2019, 16:31 IST | મુંબઈ

ડિસેમ્બર 2013માં IITના વિદ્યાર્થીઓએ સ્થાપેલી અને ગુરુગ્રામ બેઝ્ટ ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી સર્વિસ કંપની Grofers હાલ પોતાની પ્રોડક્ટ્સ પર મોટા ડિસ્કાઉન્ટ આપી રહી છે.

ડિસેમ્બર 2013માં IITના વિદ્યાર્થીઓએ સ્થાપેલી અને ગુરુગ્રામ બેઝ્ટ ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી સર્વિસ કંપની Grofers હાલ પોતાની પ્રોડક્ટ્સ પર મોટા ડિસ્કાઉન્ટ આપી રહી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર ગ્રાહકો ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકે છે. ગ્રોફર્સ પર 12 ઓગસ્ટથી ઓફર શરૂ થઈ છે, જેનો લાભ 16 ઓગસ્ટ સુધી મળશે. આ ઓફરનો લાભ પંજાબ નેશનલ બેન્કના રૂપે કાર્ડ અને બેન્ક ઓફ બરોડાના ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર મળી શકે છે. તો પંજાબ નેશનલ બેન્કે સોશિયલ મીડિયા પર આ ઓફરની ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ પોસ્ટ કરી છે. ચાલો જાણીએ શું છે ઓફર્સ

ટર્મ્સ એન્ડ કંડીશન્સ

PNB બેન્કે કહ્યું છે કે ગ્રોફર્સની મોબાઈલ એપ કે વેબસાઈટ પરથી ઓછામાં ઓછું 1,500 રૂપિયાનું શોપિંગ કરવા પર 5 ટકા ડિસ્કાન્ટ (વધારેમાં વધારે 150 રૂપિયા) મળશે. આ ઓફરનો લાભ લેવા માટે RUPAY5 પ્રોમો કોડ દ્વારા પેમેન્ટ રુપે કાર્ડ દ્વારા કરવું પડશે. ગ્રાહકો દ્વારા રૂપુ કાર્ડથી શોપિંગ કરવામાં આવશે, તેના પર જ ડિસ્કાઉન્ટ મળી શક્શે.

આ રીતે લો લાભ

વેબસાઈટ www.grofers.com અથવા ગ્રોફર્સની મોબાઈલ એપથી લોગ ઈન કરો. કાર્ટ ભર્યા બાદ પેમેન્ટ કરતા સમયે પ્રોમો કોડ RUPAY5 ઈન્સર્ટ કરો અને પેમેન્ટ રુપે કાર્ડથી કરો

આ પણ વાંચોઃ 10 વર્ષમાં બની જશો કરોડપતિ, આ છે સહેલી રીત

બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોને છે આ ફાયદો

જો તમે બેન્ક ઓફ બરોડાના ગ્રાહક છો તો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ ઓફરનો લાભ લઈ શકો છો. આ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ (વધુમાં વધુ 500 રૂપિયા) સાથે રિવોર્ડ પોઈન્ટ મળશે. આ માટે તમારે ઓછામાં ઓછું 2 હજાર રૂપિયાનું શોપિંગ કરવું પડશે. આ ઓફર પર કાર્ડ એક વખત શોપિંગ પર જ માન્ય છે. તેના માટે ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે ગ્રાહકોએ પ્રોમોકોડ BOB10નો ઉપયોગ કરવો પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK