હવે ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાઓની બિનજરૂરી હૅરૅસમેન્ટ નહીં કરી શકે

Published: 9th November, 2014 05:50 IST

કરદાતાઓ સાથે શું કરવું અને શું ન કરવું એની આવકવેરા અધિકારીઓને CBDTની સ્પક્ટ સૂચના : મૈત્રીપૂર્ણ માહોલ બનાવવા સરકારની તૈયારી શરૂ




કરદાતાઓને બિનજરૂરી હેરાન કરવા નહીં એવો સ્પક્ટ આદેશ સેન્ટ્રલ ર્બોડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT)એ આવકવેરા અધિકારીઓને આપ્યો છે. ર્બોડે અપૉઇન્ટમેન્ટ, કરદાતાઓની ફરિયાદ વગેરે મુદ્દે શિસ્ત પાળવા તેમ જ કોઈ પણ રીતે ટૅક્સ-પેયર્સની હૅરૅસમેન્ટ (હેરાનગતિ) ન થાય એની કાળજી લેવા કહ્યું છે. CBDTએ આવકવેરા અધિકારીઓને ૧૨ કમાન્ડમેન્ટ્સ ઇશ્યુ કર્યા છે જેનું આ અધિકારીઓએ પાલન કરવાનું રહેશે. ટૅક્સ ટેરરિઝમને દૂર કરી ઇન્વેસ્ટમેન્ટ માટે મૈત્રીપૂર્ણ માહોલ બનાવવાના મિશન સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ર્બોડે કરવેરા અધિકારીઓને શું કરવું અને શું ન કરવું એની સ્પક્ટ સમજ સાથેની સૂચના આપી છે.

સમયની શિસ્ત-ફરિયાદનો ઉકેલ

આવકવેરા વિભાગને સરકાર કસ્ટમર-ફ્રેન્ડ્લી ક્લીન તેમ જ ટૅક્સ-પેયર્સ સૅન્ટ્રિક ઑર્ગેનાઇઝેશન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે જ્યાં કરદાતાઓની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે. શિસ્ત અને પંક્ચ્યુઅલિટીની બાબતે કહેવામાં આવ્યું છે કે ઑફિસરોએ નક્કી કરેલી અપૉઇન્ટમેન્ટ અનિવાર્ય કારણ ન હોય તો કૅન્સલ કરવી કે બદલવી નહીં. ખાસ કરીને કરદાતા એ અટેન્ડ કરવા ઇચ્છતો હોય ત્યારે સમયની શિસ્તને વળગી રહેવું જોઈએ. કરદાતાઓની ફરિયાદનો પણ સમયસર નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો આ ફરિયાદ પર ધ્યાન નહીં અપાય તો એને ગેરશિસ્ત માનવામાં આવશે.

સ્ક્રૂટિની ટાળવા કે સુધારવાની સૂચના

આવકવેરા અધિકારીઓએ બિનજરૂરી ઉતાવળ કરી કરદાતાઓમાં ભય ફેલાવવાની વૃત્તિ પણ રાખવી નહીં એમ જણાવતાં વિભાગને એવું પણ કહેવાયું છે કે સ્ક્રૂટિની યંત્રણા પણ ટાળવી જોઈએ, કારણ કે આ વિધિથી કરદાતાઓને ત્રાસ થાય છે અને એમાં પાછા અસંબંધિત સવાલો પણ કરવામાં આવે છે. આવી સૂચના અગાઉ પણ આપવામાં આવી હતી. હવે એનું પાલન થાય છે કે નહીં એની તકેદારી માટે નિરીક્ષણ પણ કરવામાં આવતું રહેશે. કોઈ કેસમાં સ્ક્રૂટિનીની જરૂર જણાશે તો પણ એને ચોક્કસમર્યાદામાં રહીને કરવાની રહેશે. કરદાતાઓને પૅનિકમાં નાખવાના ઉદ્દેશ સાથે આવી પ્રવૃત્તિ કરાવી જોઈએ નહીં એનું ધ્યાન રાખવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK