Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વર્ષ 2021માં આ શૅર્સ તમને બનાવશે ધનવાન, આ રહ્યું લિસ્ટ

વર્ષ 2021માં આ શૅર્સ તમને બનાવશે ધનવાન, આ રહ્યું લિસ્ટ

30 December, 2020 12:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વર્ષ 2021માં આ શૅર્સ તમને બનાવશે ધનવાન, આ રહ્યું લિસ્ટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્ષ 2020 બધા માટે નિરાશાજનક રહ્યું છે. કોરોના વાઈરસના ફેલાયેલા આંતક વચ્ચે લોકોને ઘણું બધુ ગુમાવવું પડ્યું છે. એવામાં 2021ના વર્ષમાં જો તમે ધનવાન થવા માંગો છો, તો તમને એવી છ તક મળશે, જેનાથી તમે માલામાલ થઈ જશો. 2021માં છ એવી મોટી કંપની પોતાનો IPO (Initial Price Offering) લાવશે જેમાં રોકાણકારોને ધમાકેદાર વળતર મળશે, તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ રહીં આ કપંનીઓની લિસ્ટ LIC, RailTel, કલ્યાણ જ્વેલર્સ, NCDEX, બજાજ એનર્જી અને મોન્ટે કાર્લોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે 2020ના વર્ષમાં બર્ગર કિંગ (Burger King), મિસિઝ બેક્ટર્સ ફૂડ (Mrs Bectors Food), હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ લિમિટેડના આઈપીઓમાં રોકાણકારોને પ્રથમ દિવસે જ 100%થી વધારે રિટર્ન મળ્યું હતું. એનો અર્થ એ છે કે પહેલા દિવસે જ એમને IPO લાગ્યો હતો અને તેમના પૈસા ડબલ થઈ ગયા હતા.



એલઆઈસી


સરકારની સૌથી મોટી વીમા કંપની LICના IPO પર તમામ રોકાણકારોની નજર ટકી છે. પહેલા એવા અહેવાલ હતા કે 2020ના વર્ષના અંત સુધીમાં IPO આવી જશે, પરંતુ એવું થઈ શક્યું નહી. સરકારની યોજના છે કે LICમાંથી પોતાનો હિસ્સો વેંચીને તેને શૅર બજારમાં લિસ્ટ કરવી. આ માટે ડેલૉયટ (Deloitte) અને SBIની સલાહકાર તરીકે પંસદગી કરવામાં આવી છે.

RailTel


RailTelને IPO મારફતે 700 કરોડ રૂપિયા એકઠા કરવાની સેબી (SEBI) તરફથી મંજૂરી મળી છે. મળેલી માહિતી પ્રમાણે સરકાર પોતાનો 8.66 ટકા હિસ્સો વેંચશે. કંપનીએ જમા કરાવેલા દસ્તાવેજોને નવેમ્બર 2020માં મંજૂરી મળી ગઈ છે. કંપની પાસે રેલવે ટ્રેકની સાથે સાથે ઑપ્ટિકલ ફાઇબરનું મોટું નેટવર્ક છે.

કલ્યાણ જ્વેલર્સ

કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડ IPO મારફતે આશરે 1,750 રૂપિયા એકઠા કરશે. આ માટે પણ સેબીની મંજૂરી મળી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે કંપની 1,000 કરોડ રૂપિયા નવા ઇક્વિટી શૅર બહાર પાડીને મેળશે તેમજ 750 કરોડ રૂપિયા વર્તમાન શૅરનું વેચાણ કરીને મળશે. કલ્યાણ જ્વેલર્સ સોના તેમજ અન્ય દાગીનાઓ બનાવે છે, તેમજ તેનું વેચાણ કરે છે. દેશના મોટાં મોટાં શહેરોમાં કલ્યાણ જ્વેલર્સના શૉરૂમ આવેલા છે.

NCDEX

નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX)ને પણ IPO માટે મંજૂરી મળી ગઈ છે. SEBIએ NCDEXને IPO મારફતે 500 કરોડ રૂપિયા એકઠા કરવાની મંજૂરી આપી દીધી છે. BSE અને MCX પછી આ ત્રીજી કંપની છે જે બજારનું સંચાલન કરનારી કંપની છે, જેની શૅર બજારમાં નોંધણી થશે. કંપની 100 કરોડ રૂપિયાના નવા શૅર જાહેર કરશે, આ ઉપરાંત વર્તમાન 1.44 કરોડ શેરધારકો સમક્ષ શૅર વેચાણની ઑફર પણ મૂકશે.

Bajaj Energy

ગત વર્ષે બજાજ એનર્જીને આઈપીઓ મારફતે પૈસા એકઠા કરવાની મંજૂરી મળી ગઈ છે. કંપની 5,450 કરોડ રૂપિયા IPO મારફતે બજારમાંથી એકઠા કરશે. મળતી માહિતી પ્રમાણે કંપની 5,150 કરોડ રૂપિયા નવા શૅર જાહેર કરીને મેળવશે. જ્યારે 300 કરોડ રૂપિયા પોતાની ભાગીદારીમાંથી વર્તમાન શેરધારકોને આપશે.

Monte Carlo

મૉન્ટે કાર્લો કંપની બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. કંપનીએ IPO મારફતે 550 કરોડ રૂપિયા એકઠા કરવા માટે સેબી (SEBI) સમક્ષ અરજી કરી છે. જેમાં કંપનીનું આયોજન 450 કરોડ રૂપિયાના નવા શૅર બહાર પાડવાનું છે. જ્યારે કંપની પોતાના વર્તમાન શૅરધારકો સમક્ષ 30 લાખ શૅર વેચવાની ઑફર મૂકશે.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2020 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK