Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > NSEમાં અખાત્રીજે ગોલ્ડ ETF-ગોલ્ડ બોન્ડ માટે થશે વધારાનું LIVE ટ્રેડિંગ

NSEમાં અખાત્રીજે ગોલ્ડ ETF-ગોલ્ડ બોન્ડ માટે થશે વધારાનું LIVE ટ્રેડિંગ

04 May, 2019 01:43 PM IST |

NSEમાં અખાત્રીજે ગોલ્ડ ETF-ગોલ્ડ બોન્ડ માટે થશે વધારાનું LIVE ટ્રેડિંગ

 ETF-ગોલ્ડ બોન્ડ માટે થશે વધારાનું LIVE ટ્રેડિંગ

ETF-ગોલ્ડ બોન્ડ માટે થશે વધારાનું LIVE ટ્રેડિંગ


નૅશનલ સ્ટૉક એક્સચેન્જે (એનએસઇ) 7 મેના અક્ષય તૃતીયાના દિને મૂડીબજાર સેગમેન્ટમાં વધારાનું લાઇવ ટ્રેડિંગ સત્ર રાખ્યું છેઆ વધારાનું લાઇવ ટ્રેડિંગ સેશન ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ઇટીએફ) અને સોવરિન ગોલ્ડ બૉન્ડ્સના ટ્રેડિંગ માટે રાખવામાં આવશે, એમ એનએસઇએ એક પરિપત્રમાં જણાવ્યું છે. નિયમિત માર્કેટ ટાઇમિંગ એ જ રહેશે અને ક્લોઝિંગ સત્ર ગોલ્ડ ઇટીએફ સિક્યોરિટીઝ અને સોવરિન ગોલ્ડ બૉન્ડ્સ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

ગોલ્ડ ઇટીએફ અને સોવરિન ગોલ્ડ બૉન્ડ્સના બાકી રહેલા ઑર્ડરો વધારાના ટ્રેડિંગ સત્રમાં હાથ ધરવામાં આવશે અને સભ્યો 16:25 કલાકથી 16:30 કલાક વચ્ચે લંબાવાયેલા ટ્રેડિંગ સત્રના પ્રી-ઓપન સમયગાળા દરમ્યાન ઑર્ડર રદ કરી શકશે. વધારાનું ટ્રેડિંગ સત્ર 16:30 કલાકથી શરૂ થશે અને 19:00 કલાકે બંધ થશે.વધારાનું સત્ર બંધ થયા પછી કોઈ ક્લોઝિંગ સત્ર રહેશે નહીં, એમ એક્સચેન્જે જણાવ્યું છે.



આ પણ વાંચો: સેન્ચુરી ટેક્સટાઇલ્સનો ચોખ્ખો નફો 227.62 કરોડ થયો


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2019 01:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK