Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઊંચા ભાવે સોનું રોકડું કરવાની વૃત્તિ આઠ વર્ષમાં સૌથી વધુ

ઊંચા ભાવે સોનું રોકડું કરવાની વૃત્તિ આઠ વર્ષમાં સૌથી વધુ

30 October, 2020 02:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઊંચા ભાવે સોનું રોકડું કરવાની વૃત્તિ આઠ વર્ષમાં સૌથી વધુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોનાના ભાવમાં ઉછાળો આવે ત્યારે લોકો પોતાનું હાથ પરનું સોનું બજારમાં વેચી રોકડ ઊભી કરતા હોવાનું સામે આવ્યું છે. વાઇરસના કારણે લૉકડાઉનમાં બજારો બંધ હતી અને પછી સોશ્યલ ડિસ્ટન્સિંગના કડક નિયમો હોવાથી કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં આ રીતે જૂનું સોનું વેચવાની વૃત્તિમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રીજા ક્વૉર્ટરમાં ઐતિહાસિક ઊંચા ભાવ અને નિયંત્રણ હળવાં થતાં આ વૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં વૈશ્વિક સ્તરે ૩૭૬.૧ ટન સોનું આ રીતે બજારમાં આવ્યું હતું જે આગલા વર્ષ કરતાં ૬ ટકા વધુ છે. આ માત્રા છેલ્લાં આઠ વર્ષમાં સૌથી વધુ છે. છેલ્લે ૨૦૧૨ના ચોથા ક્વૉર્ટરમાં ૩૯૪ ટન સોનું બજારમાં આવ્યું હતું.

લૉકડાઉન દરમિયાન પણ જોકે ભારતમાં હાથ પરનું સોનું વેચી રોકડી કરવાની વૃત્તિ વધી જ રહી હતી. ભારતમાં જાન્યુઆરીથી માર્ચમાં રીસાઇકલ ગોલ્ડનો પુરવઠો ૧૬ ટકા વધી ૧૮.૮ ટન રહ્યો હતો. એપ્રિલથી જૂનના બીજા ક્વૉર્ટરમાં પણ એમાં ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં લૉકડાઉન હોવાથી આ પ્રવૃત્તિ ઘટી હતી, પણ ફરી જુલાઈથી સપ્ટેમ્બરમાં વધારો જોવા મળ્યો છે.



જુલાઈથી સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં ભારતમાં ગયા વર્ષની સરખામણીએ ૧૪ ટકા સ્ક્રૅપ ગોલ્ડનો પુરવઠો વધ્યો છે. આ ક્વૉર્ટરમાં એ વધી ૪૧.૫ ટન રહ્યો છે. આ આંકડો છેલ્લાં દસ વર્ષમાં, જ્યારથી આંકડા શરૂ થયા પછીનો કોઈ પણ ક્વૉર્ટરનો સૌથી મોટો આંક છે. વર્ષ ૨૦૨૦ના પ્રથમ નવ મહિનામાં ભારતમાં કુલ ૭૩.૮ ટન જૂનું સોનું લોકોએ વેચ્યું છે, જે ૨૦૧૯માં ૯૦.૫ ટન હતું. 


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2020 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK