ખાદ્ય તેલો પરની ઈમ્પોર્ટ-ડ્યુટી વધારવા સરકારની તજવીજ શરૂ

Published: 28th October, 2014 05:40 IST

દેશના પ્રીમિયમ ખાદ્ય તેલોના અસોસિએશન સી (SEA - સૉલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા) દ્વારા વારંવારની રજૂઆત બાદ સરકાર દ્વારા ખાદ્ય તેલોની ઈમ્પોર્ટ-ડ્યુટી વધારવાની તજવીજ શરૂ થઈ હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

હાલ કાચાં ખાદ્ય તેલો પર અઢી ટકા અને રિફાઇન્ડ ખાદ્ય તેલો પર ૧૦ ટકા ઈમ્પોર્ટ-ડ્યુટી લાગુ પડે છે. સરકાર કાચાં ખાદ્ય તેલો પરની ઈમ્પોર્ટ-ડ્યુટી અઢી ટકાથી વધારીને પાંચ ટકા કરવા માગે છે. સીએ કાચાં ખાદ્ય તેલોની ઈમ્પોર્ટ-ડ્યુટી અઢી ટકાથી વધારીને દસ ટકા અને રિફાઇન્ડ ખાદ્ય તેલોની ઈમ્પોર્ટ-ડ્યુટી દસ ટકાથી વધારીને ૨૫ ટકા કરવાની માગણી કરી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ખાદ્ય તેલોની ઈમ્પોર્ટ-ડ્યુટી વધારવાનો નિર્ણય ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવશે. ચાલુ વર્ષે ભારતે ખાદ્ય તેલોની કુલ જરૂરિયાતનું ૬૦ ટકા ખાદ્ય તેલ ઈમ્પોર્ટ કર્યું હતું અને એને માટે સરકારી તિજોરીમાંથી ૮૦થી ૮૫ હજાર કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK