આઇએમએફે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનમાં કર્યો ઘટાડો: સમગ્ર દુનિયા પર અસર થશે

Published: Jan 21, 2020, 10:53 IST | Mumbai

ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આઇએમએફ) ભારતીય અર્થવ્યવસ્થામાં વધારાના અનુમાનને ઘટાડી દીધો છે.

ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ
ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ

ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આઇએમએફ) ભારતીય અર્થવ્યવસ્થામાં વધારાના અનુમાનને ઘટાડી દીધો છે. આઇએમએફે કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો જીડીપી માત્ર ૪.૮ ટકા રહેશે. ભારતમાં સુસ્તીના કારણે દુનિયામાં ગ્રોથનું અનુમાન ઘટાડવું પડ્યું છે. વૈશ્વિક આર્થિક મંચની બેઠક દરમ્યાન આઇએમએફે અનુમાન કર્યું હતું. આઇએમએફે કહ્યું કે ભારત અને તેના જેવા અન્ય ઊભરતા દેશોમાં ચાલી રહેલી સુસ્તીના કારણે તેમણે દુનિયાના ગ્રોથનું અનુમાન પણ ઘટાડવું પડ્યું છે. જોકે આઇએમએફે એ પણ આશા જણાવી કે અમેરિકા-ચીન વચ્ચે બિઝનેસ ડીલના લીધે ટૂંક સમયમાં દુનિયાની મૅન્યુફૅક્ચરિંગ ગતિવિધિઓમાં સુધાર થશે. વર્ષ ૨૦૨૦ સુધી ભારતીય અર્થવ્યવસ્થામાં ૫.૮ તેમ જ ૨૦૨૧માં ગ્રોથ સુધરીને ૬.૫ ટકા રહી શકે છે.

ગ્લોબલ જીડીપીમાં કેટલી વૃદ્ધિ થશે?

૨૦૧૯માં દુનિયાની અર્થવ્યવસ્થામાં ૨.૯ ટકા અને ૨૦૨૦માં ૩.૩ ટકા ગ્રોથનું અનુમાન આઇએમએફે જાહેર કર્યું છે. આઇએમએફ પ્રમાણે ૨૦૨૧માં વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ વધશે અને તેમાં ૩.૪ ટકાની વૃદ્ધિ થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK