Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટમાં IL&FSએ સરકારને 32 કરોડમાં હિસ્સો વેચ્યો

ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટમાં IL&FSએ સરકારને 32 કરોડમાં હિસ્સો વેચ્યો

10 June, 2020 12:23 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટમાં IL&FSએ સરકારને 32 કરોડમાં હિસ્સો વેચ્યો

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ઑક્ટોબર ૨૦૧૮માં દેવાંના ડુંગર તળે દટાયેલી આઇએલએન્ડએફએસ  દ્વારા ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક સિટી (ગિફ્ટ)માં પોતાનો ૫૦ ટકા હિસ્સો ગુજરાત સરકારને ૩૨ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. ગિફ્ટ સિટી એક સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન છે અને તેને દેશના વૈશ્વિક નાણાકીય હબ તરીકે વિકસાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રયત્ન કરી રહ્યા છે.

ગિફ્ટની સ્થાપના ગુજરાત સરકારે આઇએલએન્ડએફએસ સાથે મળીને કરી હતી. આજે અહીં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ, નૅશનલ સ્ટૉક એક્સચેન્જના આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહાર માટેના સ્ટૉક એક્સચેન્જ આવેલા છે. આ ઉપરાંત અનેક નાણાકીય સંસ્થાઓએ અહીં ઑફિસ સ્થાપી છે. જો કે ૯૪,૦૦૦ કરોડ રૂપિયાના જંગી દેવાંના કારણે કંપનીમાં ઉચ્ચ અધિકારીઓએ આચરેલી બેદરકારીના કારણે આઇએલએન્ડએફએસ હવે પોતાની એક પછી એક એસેટ વેચી રહી છે.

અહીં નોંધવું જોઈએ કે ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં બાકીનો ૫૦ ટકા હિસ્સો હવે ૩૨ કરોડ રૂપિયામાં મેળવી લેતા કંપનીની સંપૂર્ણ માલિકી રાજ્ય સરકારની બની છે. આઇએલએન્ડએફએસના હિસ્સાના વેચાણના કારણે હવે ગિફ્ટ સિટીના દેવાંનું ભારણ પણ રાજ્ય સરકાર ઉપર આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2020 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK