વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયો છું : જૅક મા

Published: Nov 27, 2014, 03:33 IST

ચીનની ફૂ-કૉમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની અલીબાબાના સ્થાપક ભારતમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઉત્સુક
ચીનની ફૂ-કૉમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની અલીબાબાના ચૅરમૅન જૅક માએ ભારતમાં વધુ રોકાણ કરવાની ઉત્સુકતા દર્શાવતાં કહ્યું છે કે ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયો છું. છેલ્લાં પંદર વર્ષથી અમારા ફૂ-કૉમર્સના માધ્યમ પરના વેચાણકર્તાઓમાં ભારતીયો બીજા સ્થાને છે.’

ભારતની મુલાકાતે આવેલા જૅકે વધુમાં કહ્યું હતું કે ‘ઘણાબધા ચીની લોકો ચા, ચૉકલેટ જેવી વસ્તુઓ ભારતીયો પાસેથી ખરીદે છે. હું ભારતીય ઑન્ટ્રપ્રનર્સ સાથે સહયોગ સાધવા અને ભારતીય સપ્લાયરોને ટેક્નૉલૉજીની વધુ મદદ કરવા ઉત્સુક છું. બન્ને દેશો વચ્ચે ટેક્નૉલૉજીમાં પરસ્પર સહકાર કરવાને ભરપૂર અવકાશ છે અને એને લીધે ઘણી મોટી સંખ્યામાં નાના બિઝનેસને લાભ થશે. હું પહેલાં શિક્ષક હતો. ઇન્ટરનેટને લીધે મારા જીવનમાં પરિવર્તન આવ્યું. આજની તારીખે ભારત અને ચીન સાથે મળીને બિઝનેસ કરે એ માટે એકદમ સારો સમય ચાલી રહ્યો છે.’

જૅક મા વેપારી પ્રતિનિધિમંડળના ભાગરૂપ ભારત આવ્યા છે અને આજે રાત્રે પાછા જવાના છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK