હોટેલ કંપનીઓની નફાશક્તિમાં ઘટાડો થશે : ક્રિસિલ

Published: 16th September, 2012 08:37 IST

અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલના રર્પિોટ મુજબ પ્રીમિયમ હોટેલ્સની નફાશક્તિ ૨૦૧૨-’૧૩ અને ૨૦૧૩-’૧૪માં ઘટશે. હોટેલ્સના ઑક્યુપન્સી રેટ્સ અને રૂમ-રેટ્સમાં ઘટાડો થઈ રહ્યો છે એને કારણે ઑપરેટિંગ માર્જિન પણ ઘટશે.



૨૦૧૩-’૧૪માં ઑપરેટિંગ માર્જિન ઘટીને ૧૬ ટકા જેટલું થશે જે છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી ઓછું હશે. ડિમાન્ડ ગ્રોથ ઘટી રહ્યો છે તેમ જ રૂમ્સની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે એને કારણે દેશનાં ૧૨ અગ્રણી શહેરોમાં ઑક્યુપન્સી રેટ્સમાં ઘટાડો થશે.

ક્રિસિલનું માનવું છે કે ૨૦૧૩-’૧૪ સુધી આ સેક્ટરમાં ૧૪,૫૦૦ નવા રૂમ્સનો ઉમેરો થશે. રૂમ્સની કુલ ઉપલબ્ધિ ૪૬,૨૦૦ જેટલી થશે. ઑક્યુપન્સી રેટ્સ ૨૦૧૧-’૧૨માં ૬૪ ટકા હતા એ ૨૦૧૩-’૧૪માં ઘટીને ૫૬ ટકા થશે. સ્પર્ધા વધવાથી રૂમ-રેટ્સમાં ૧૦ ટકા ઘટાડો થવાની અપેક્ષા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK