Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હોન્ડાના 23 વર્ષ જૂના આ પ્લાન્ટને તાળા લાગશે

હોન્ડાના 23 વર્ષ જૂના આ પ્લાન્ટને તાળા લાગશે

19 December, 2020 07:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હોન્ડાના 23 વર્ષ જૂના આ પ્લાન્ટને તાળા લાગશે

તસવીર સૌજન્યઃ જાગરણ

તસવીર સૌજન્યઃ જાગરણ


કોરોનાના કહેર વચ્ચે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મંદીના વાદળો છે એવામાં જાપાનની અગ્રણી ઓટો કંપની હોન્ડા કાર ઇન્ડિયા લિમિટેડ (HCIL)એ ભારતમાં ગ્રેટર નોઇડા ખાતે આવેલ પોતાનો 23 વર્ષ જૂનો પ્લાન્ટ બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

કંપનીએ આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વર્ષ 1997માં સ્થાપ્યો હતો. આ પ્લાન્ જાપાનની હોન્ડા મોટર કંપનીનું સહાયક એકમ છે. હોન્ડા કાર ઇન્ડિયાનો નોઇડા સ્થિત પ્લાન્ટ બંધ થવાથી ભારત સરકારના મેક-ઇન ઇન્ડિયા પ્રોજેકટને વધુ એક ફટકો લાગ્યો છે.



HCILએ નવેમ્બરમાં ભારતમાં 9990 કારનું વેચાણ કર્યુ છે જે વાર્ષિક તુલનાએ 55 ટકા વધુ વેચાણ દર્શાવે છે. કંપની પાછલા વર્ષે નવેમ્બરમાં 6549 કાર વેચી હતી. સુત્રોએ જણાવ્યુ કે કે, હોન્ડા કાર દ્વારા ગ્રેટર નોઇડા ખાતે આવેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે.


જો કે આ પ્લાન્ટમાં કંપનીની કોર્પોરેટ હેડ ઓફિસ યથાવત્ રહેશે. તે ઉપરાંત કંપની સ્પેર પાર્ટ્સ ડિવિઝન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી) સહિત અન્ય પ્રકારની કામગીરી પણ થતી રહેશે. જો કે કંપનીએ આ મામલે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ગ્રેટર નોઇડા સ્થિત પ્લાન્ટમાં HCILના ઘણા મોડલનું પ્રોડક્શન થતુ હતુ. જેમાં સિટી, સીઆર-વી અને સિવિક શામેલ છે. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક એક લાખ યુનિટ હતી. ટાયૂકારા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 1.8 લાખ યુનિટની છે. આ પ્લાન્ટમાં નિકાસની માટે એન્જિનનું પણ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2020 07:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK