હિન્દુસ્તાન ઍરોનૉટિક્સના ડિસઇન્વેસ્ટમેન્ટને સરકારની મંજૂરી મળી

Published: 9th November, 2012 05:32 IST

સરકારે ગઈ કાલે જાહેર ક્ષેત્રની ઍરોસ્પેસ કંપની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડના ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી હતી. કંપનીની ૧૦ ટકા ઇક્વિટીનું વેચાણ કરવામાં આવશે. અત્યારે કંપનીની ઇક્વિટીમાં ૧૦૦ ટકા હોલ્ડિંગ સરકારનું છે. કંપનીની ઇક્વિટી ૧૨૦.૫૦ કરોડ રૂપિયા છે.



જાહેર ભરણા દ્વારા કંપનીના શૅરનું વેચાણ કરવામાં આવશે. એ પહેલાં રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવશે. પબ્લિક ઇશ્યુ ૨૦૧૩-’૧૪માં કરવાનો પ્લાન છે. સરકારની યોજના આધુનિકીકરણની છે. આ માટે આગામી પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK