ઊંચા મથાળે સોનાના ભાવ મજબૂત: ભારતમાં હાજરમાં ઘટાડો, વાયદા વધ્યા

Updated: Jul 13, 2019, 13:41 IST | મુંબઈ

ન્યુ યૉર્ક કોમેકસ વાયદો ૧.૨૫ ડૉલર વધી ૧૪૦૭.૮૫ની સપાટીએ છે, જ્યારે હાજર બજારમાં સોનું ૧૪૦૨થી ૧૪૧૩ની સપાટીએ અથડાઈ અત્યારે ૧૪૦૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

બુલિયન વૉચ
બુલિયન વૉચ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઊંચા મથાળે સ્થિર જોવા મળી રહ્યા છે. જોકે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડૉલર સાપ્તાહિક ધોરણે નબળો પડ્યો છે, પણ ગઈ કાલે લગભગ સ્થિર હોવાથી પણ ભાવવધારા માટે કોઈ મોટું કારણ જોવા મળી રહ્યું નથી.

ન્યુ યૉર્ક કોમેકસ વાયદો ૧.૨૫ ડૉલર વધી ૧૪૦૭.૮૫ની સપાટીએ છે, જ્યારે હાજર બજારમાં સોનું ૧૪૦૨થી ૧૪૧૩ની સપાટીએ અથડાઈ અત્યારે ૧૪૦૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદી વાયદો ૦.૦૬૧ ઘટી ૧૫.૦૮૫ ડૉલર પ્રતિ ઔંસ છે.

ભારતમાં વાયદો વધ્યો, હાજરમાં ઘટાડો

ભારતીય બજારમાં એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ ઊંચા ભાવે ખરીદી અટકી જતાં હાજરમાં ભાવ ઘટ્યા હતા. મુંબઈ ખાતે સોનાનો ભાવ ૧૨૫ રૂપિયા ઘટી ૩૫,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૨૪૦ રૂપિયા ઘટી ૩૮,૯૩૫ પ્રતિ કિલો હતી. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૪,૭૪૨ ખૂલી ઉપરમાં ૩૪,૮૭૬ અને નીચામાં ૩૪,૭૦૮ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૩૭ વધીને ૩૪,૮૩૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૬ વધીને ૮ ગ્રામદીઠ ૨૭,૬૩૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬ વધીને ૧ ગ્રામદીઠ ૩૪૪૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૨૪ વધીને બંધમાં ૩૪,૭૩૬ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૮,૩૦૦ ખૂલી ઉપરમાં ૩૮,૩૦૦ અને નીચામાં ૩૮,૧૧૯ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૨૧ વધીને ૩૮,૨૩૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૧૦૮ વધીને ૩૮,૨૫૨ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૧૦૨ વધીને ૩૮,૨૫૦ રૂપિયા બંધ રહ્યા હતા.

ઊંચા ભાવે હાજરમાં ખરીદી અટકી

એશિયાઈ બજારમાં સોનાના ઊંચા ભાવના કારણે હાજર બજારમાં ખરીદી અટકી ગયેલી જોવા મળે છે. સોનાના ભાવ આ વર્ષે ૧૦ ટકા જેટલા વધ્યા છે અને લોકો પોતાનું જુનું સોનું વેચી રહ્યા હોવાનું બજારસૂત્રોએ જણાવ્યું હતું. સોનાના સૌથી મોટા આયાતકાર ચીનમાં સોનાનું પ્રીમિયમ ૧૦થી ૧૩ ડૉલર જેટલું છે જે ગયા સપ્તાહની સપાટીએ સ્થિર છે. બીજી તરફ હાજરમાં માગ ઘટી રહી હોવાથી અને આયાત ડ્યુટીમાં વધારાથી ભારતમાં સોનું વધારે મોંઘું થયું છે. ભારતીય બજારમાં અત્યારે સોનામાં ડિસ્કાઉન્ટ ૨૦ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યું છે. જોકે ગયા સપ્તાહે ડિસ્કાઉન્ટ ૩૦ ડૉલર જેટલું ઊંચું હતું. બીજી તરફ સોના અને ચાંદીના ભાવમાં તફાવત ૨૦૧૧ પછીની સૌથી ઊંચી સપાટી છે એટલે બજારમાં સોના કરતાં ચાંદીની ખરીદીમાં આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે.

ડૉલરમાં નબળાઈ બરકરાર

જેરોમ પોવેલ વ્યાજદર ઘટાડશે એવી ગણતરીના કારણે ડૉલર છેલ્લા ત્રણ દિવસમાં અડધો ટકો ઘટી ગયો છે. આજે પણ ડૉલર ઇન્ડેક્સ ૯૬.૫૪૨ કે ૦.૧ ટકાનો ઘટાડો દર્શાવે છે. ડૉલર સામે પાઉન્ડ ૦.૧૨ ટકા વધ્યો છે. યેન સામે ડૉલર ૦.૧૯ ટકા ઘટી ૧૦૮.૨૭ છે જ્યારે યુરો ડૉલર સામે ૦.૦૯ ટકા વધી ૧.૧૨૪૩ની સપાટીએ છે.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

રૂપિયો ૨૫ પૈસા નબળો પડ્યો

સતત વધી રહેલા ક્રૂડ ઑઇલના ભાવ અને વિદેશી સંસ્થાઓની શૅરબજારમાં સતત વેચવાલીના કારણે ભારતીય ચલણ ડૉલર સામે ગઈ કાલે નબળું હતું. ગઈ કાલે ૬૮.૪૪ની સપાટીએ બંધ આવેલો રૂપિયો ૬૮.૪૮ની સપાટીએ નબળો ખૂલ્યો હતો અને દિવસમાં એક તબક્કે ૬૮.૬૯ થયા બાદ ૨૫ પૈસા ઘટી ૬૮.૬૯ની સપાટીએ જ બંધ આવ્યો હતો. આ સપ્તાહમાં ડૉલર સામે રૂપિયો ૨૭ પૈસા નબળો પડ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK