5 મહિનાની સૌથી મોટી તેજી પછી સોનાના ભાવમાં હવે ભારે પ્રૉફિટ-બુકિંગ

Published: Feb 04, 2020, 09:56 IST | Bullion Watch | Mumbai

જાન્યુઆરીમાં ચાર ટકા વધેલા સોનાના ભાવમાં સોમવારે નરમ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ગોલ્ડ
ગોલ્ડ

૧૦ દિવસના વિરામ પછી ચીનના શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. એશિયામાં ચીનના કોરોના વાઇરસને કારણે દહેશત વધી રહી છે અને એની અસર આર્થિક પ્રવૃત્તિ અને વૈશ્વિક વેપાર પર પણ અનુભવવાની શરૂઆત થઈ હોવા છતાં જાન્યુઆરીમાં ચાર ટકા વધેલા સોનાના ભાવમાં સોમવારે નરમ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં સોમવારે હાજરમાં સોનું ૦.૬૧ ટકા કે ૯.૭૬ ડૉલર ઘટી ૧૫૭૯.૪૦ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૧.૩૭ ટકા કે ૨૫ સેન્ટ ઘટી ૧૭.૭૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. કૉમેક્સ ખાતે સોનાનો એપ્રિલ વાયદો ૦.૨૩ ટકા કે ૩.૬૦ ડૉલર ઘટી ૧૫૮૪.૩૦ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી વાયદો ૨૧ સેન્ટ કે ૧.૧૫ ટકા ઘટી ૧૭.૮૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં હાજર અને વાયદામાં ઘટાડો

વૈશ્વિક બજારમાં નરમ ભાવ અને ભારતમાં અંત તરફ જઈ રહેલી લગ્નસરાની સીઝનને કારણે ખરીદી ઘટશે એવી આશાએ સોના-ચાંદીના ભાવ હાજર અને વાયદામાં ઘટ્યા હતા. મુંબઈમાં હાજરમાં સોનું ૩૩૦ ઘટી ૪૨,૦૧૫ અને અમદાવાદમાં ૩૦૦ ઘટી ૪૨,૦૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યું હતું. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૧૦૧૧ ખૂલી, ઉપરમાં ૪૧,૦૫૦ અને નીચામાં ૪૦,૭૦૦ના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૪૭૪ ઘટીને ૪૦,૭૭૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૨૪૧૫ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૬ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૦૩૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯૭ ઘટીને બંધમાં ૪૦,૭૨૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈમાં હાજરમાં ચાંદી ૮૬૫ ઘટીને ૪૭,૬૦૫ અને અમદાવાદમાં ૮૪૦ ઘટી ૪૧,૭૦૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬,૬૬૯ ખૂલી, ઉપરમાં ૪૬,૬૯૦ અને નીચામાં ૪૬,૨૧૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૬૮ ઘટીને ૪૬૩૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૭૬૬ ઘટીને ૪૬,૩૭૨ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૭૬૭ ઘટીને ૪૬૩૭૧ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો નરમ

એશિયાઈ ચલણમાં યુઆનની આગેવાની હેઠળ જોવા મળેલી ભારે વેચવાલીને કારણે નબળો ખૂલેલો રૂપિયો ક્રૂડ ઑઇલના નરમ ભાવ અને શૅરબજારમાં થોડી ખરીદીને કારણે દિવસની નીચી સપાટી સામે વધ્યા હતા. જોકે દિવસના અંતે ડૉલર સામે રૂપિયો નરમ જ બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયો આજે ૭૧.૬૨ની નીચી સપાટીએ ખૂલ્યા પછી વધુ ઘટીને ૭૧.૬૬ થઈ દિવસના અંતે ૭૧.૩૫ની સપાટીએ બંધ આવ્યો હતો, જે આગલા બંધ કરતાં ત્રણ પૈસાનો ઘટાડો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK