1 ઓક્ટોબરથી GSTમાં થઇ રહ્યો ફેરફાર, જાણો ક્યાં સેક્ટરમાં થશે અસર

Published: Sep 30, 2019, 14:50 IST | મુંબઈ ડેસ્ક

પેટ્રોલ ડીઝલા વાહનો પર સેસ ઘટાડી દેવામાં આવ્યો છે. સાથે જ સ્લાઇડ ફાસ્ટનર્સ (જિપ) પર જીએસટી 12 ટકા કરી દેવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જીએસટી કાઉન્સિલની ગોવામાં 20 સપ્ટેમ્બરે થયેલી 37મી બેઠકમાં કેટલીક વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. 1 ઑક્ટોબર 2019થી આ નિયમો લાગૂ પાડવામાં આવશે. નવા ફેરફારો પ્રમાણે, હવે 1000 રૂપિયા સુધીના ભાડાવાળા હોટેલ્સ પર ટેક્સ નહીં લાગે. એટલું જ નહીં 7500 રૂપિયા સુધીના ટેરિફવાળા રૂમ્સના ભાડા પર ફક્ત 12 ટકા જીએસટી આપવું પડશે. નાના વાહનના માલિકોને રાહત આપવામાં આવી છે અને 10થી 13 સીટ સુધીના પેટ્રોલ ડીઝલા વાહનો પર સેસ ઘટાડી દેવામાં આવ્યો છે. સાથે જ સ્લાઇડ ફાસ્ટનર્સ (જિપ) પર જીએસટી 12 ટકા કરી દેવામાં આવ્યું છે.

જીએસટી રિટર્નની નવી રીત લાગૂ પાડવામાં આવશે
જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે, પાંચ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓ માટે જીએસટી રિટર્નનો ફોર્મ કાલથી બદલાઇ જશે. આ વેપારીઓને એએનએક્સ-1 ફોર્મ ભરવાનું રહેશે જે જીએસટીઆર-1ના સ્થાને રહેશે, અને આ ફરજિયાત હશે. નાના વેપારીઓએ આ જ ફોર્મ દ્વારા જીએસટી રિટર્ન ફાઇલ કરવાનું હશે પણ તેમની માટે આવું 1 જાન્યુઆરી 2020થી ફરજિયાત રહેશે. હાલ, મોટા કરદાતા ઑક્ટોબર અને નવેમ્બરનું જીએસસટી રિટર્ન જીએસટીઆર 3બી ફોર્મથી ભરશે.

કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો
20 સપ્ટેમ્બરના કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કૉર્પોરેટ ટેક્સમાં મોટા ઘટાડાની જાહેરાત કરતાં તેને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દેવામાં આવ્યું. આ જાહેરાત પ્રમાણે, 1 ઑક્ટોબર 2019 પછી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પાસે 15 ટકા ટેક્સ ભરવાનો વિકલ્પ હશે. તેના પછી કંપનીઓ પર સરચાર્જ અને ટેક્સ સહિત કુલ ચાર્જ 17.01 ટકા થઈ જશે. તેની માટે ભારતીય કંપનીઓને 30 ટકા ટેક્સ સિવાય સરચાર્જ પણ આપવું પડતું હતું. વિદેશી કંપનીઓને 40 ટકા ટેક્સ આપવું પડટું હતું. માનવામાં આવે છે કે સરકારના આ પગલાથી કારોબારમાં તેજી આવશે અને આર્થિક સુસ્તીમાંથી બહાર નીકળવામાં મદદ થશે.

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

અહીં વધશે જીએસટી
નવા ફેરફારોની અસર રેલ ભાડા પર પણ પડી શકે છે. સરકારે સવારી ડબ્બા અને વેગન પર જીએસટી દરને પાંચ ટકાથી વધારીને 12 ટકા કરી દીધું છે. તેના પર 18 ટકા જીએસટી હતું જેને વધારીને 28 ટકા કરી દીધું છે. આમાં ટેક્સ સિવાય 12 ટકા અતિરિક્ત સેસ પણ લગાડવામાં આવ્યું છે. એટલું જ નહીં 2 ઑક્ટોબરથી સરકાર દેશભરમાં પ્લાસ્ટિકથી બનેલા પ્રૉડક્ટના ઉપયોગ પર પણ બૅન લગાડવાની તૈયારીમાં છે. ભારતમાં વધતા પ્રદૂષણને જોતાં આ પગલું લેવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK