20 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક મળશે

Published: Sep 12, 2019, 11:11 IST | નવી દિલ્હી

નાના ઉદ્યોગકારોને રાહત મળશે: રિટર્ન ફાઇલ પ્રક્રિયામાં વધુ સરળ વિકલ્પ અપાશે

જીએસટી
જીએસટી

નાના તથા મધ્યમ ઉદ્યોગકારો માટે સારા સમાચાર કહી શકાય એમ છે. આગામી દિવસોમાં નાના ઉદ્યોગકારોને તેમના રિટર્ન ફાઇલની પ્રક્રિયા સરળ કરવા માટેની રજૂઆતને ધ્યાનમાં લઈને વધુ એક સરળ વિકલ્પ આપવામાં આવશે. જીએસટી કાઉન્સિલની ૨૦ સપ્ટેમ્બરે મળનારી બેઠકમાં આ માટે પગલાં લેવાઈ શકે છે જેની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓને જીએસટી નંબર મેળવવા માટેની ટર્નઓવરની મર્યાદા ૨૦ લાખમાંથી વધારીને ૪૦ લાખ કરવામાં આવશે. જીએસટી રિટર્નની પ્રક્રિયા બને એટલી સરળ કરવામાં આવશે તેમ જ વધુ ઝડપથી સમયમર્યાદાની અંદર જ રિટર્ન ફાઇલ થાય એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે.

આ પણ વાંચો : અર્થવ્યવસ્થાની સ્થિતિ ફિલ્મો જેવી, અંતે બધુ ઠીક થશેઃ ઉદય કોટક

વેપારીઓને તેના સેલ્સ ઇન્વૉઇસ એએનએક્સ-૧માં ફાઇલ કરીને અપલૉડ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે તેમ જ શક્ય એટલી જલદી સમયમર્યાદા પહેલાં ફાઇલ કરી શકાય એ પ્રકારની કરવામાં આવી છે. જ્યારે એએનએક્સ-૨ ફોર્મ દ્વારા યોગ્ય સમયે ઇન્વૉઇસના દાવાઓ, રિજેક્ટ આઇટમ, એરર કે પછી બાકી રહેલા સુધારાને અવકાશ રહેશે. એએનએક્સ-૨ એ ઑટોમેટિક જનરેટ થતું ફોર્મ છે જેમાં રિટર્ન ૧, ૨ અને ૩નો સમાવેશ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK