ભારતીય અર્થતંત્ર પર કોરોના વાઇરસની અસર નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં નહીં, પણ ત્યાર પછીનાં ત્રણ વર્ષમાં થવાનો અંદાજ ફિચ રેટિંગ્સે વ્યક્ત કર્યો છે.
આ આંતરરાષ્ટ્રીય રેટિંગ ઍજન્સીનું કહેવું છે કે શરૂઆતમાં એટલે કે ૨૦૨૧-’૨૨માં અર્થતંત્રમાં ઉછાળો આવતાં વૃદ્ધિદર ૧૧ ટકા રહેશે, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩થી એમાં ૬.૫ ટકા જેટલી વૃદ્ધિ થશે.
ફિચના અહેવાલમાં ગુરુવારે કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં રોકાણ ઘટ્યું હોવાથી મધ્યમ ગાળામાં પુરવઠો પ્રમાણમાં ઓછો રહેશે. કોરોના પૂર્વે પુરવઠાની વૃદ્ધિનો વાર્ષિક અંદાજ ૭ ટકાનો હતો, પરંતુ ૨૦૨૦થી ૨૦૨૫ના ગાળામાં આ વૃદ્ધિદર ૫.૧ ટકા રહેવાની ધારણા છે. આ ઘટાડાનું કારણ રોકાણમાં થયેલો ઘટાડો છે.
ફિચે આગામી માર્ચમાં પૂરા થનારા નાણાકીય વર્ષ દરમિયાન ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર ૯.૪ ટકા ઘટવાની ધારણા છે. ગયા એપ્રિલ-જૂન ગાળામાં વૃદ્ધિદર પાછલા વર્ષની તુલનાએ ૨૩.૯ ટકા અને જુલાઈ-સપ્ટેમ્બર ગાળામાં ૭.૫ ટકા ઘટ્યો હતો.
ફેડના ચૅરમૅને ટ્રેઝરી યીલ્ડના વધારાને રોકવાનો ઇનકાર કરતાં સોનાએ ૧૭૦૦ ડૉલરની સપાટી તોડી
6th March, 2021 10:29 ISTઆખલા-રીંછ વચ્ચેની લડાઈને પગલે નિફ્ટીમાં ૧૫,૦૦૦ની સપાટી તૂટી
6th March, 2021 10:25 ISTદેશની ઇકૉનૉમિક રિકવરી ધારણાથી ઝડપી રહેતાં સોનું 9 મહિનાના તળિયે
5th March, 2021 09:42 ISTસેન્સેક્સમાં 599 અને નિફ્ટીમાં 165 પૉઇન્ટનો ઘટાડો
5th March, 2021 09:42 IST