Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આ કારણના લીધે ફ્લિપકાર્ટ, એમેઝોન સહિત ઈ-કોમર્સને સરકારે ફટકારી નોટિસ

આ કારણના લીધે ફ્લિપકાર્ટ, એમેઝોન સહિત ઈ-કોમર્સને સરકારે ફટકારી નોટિસ

17 October, 2020 09:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ કારણના લીધે ફ્લિપકાર્ટ, એમેઝોન સહિત ઈ-કોમર્સને સરકારે ફટકારી નોટિસ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


સરકારે ફ્લિપકાર્ટ(Flipkart), એમેઝોન(Amazon) સહિતની અન્ય ઈ-કોર્મસ(E-Commerce) કંપનીઓને નોટીસ ફટકારી છે.

નોટીસ ફટકારવા પાછળનું મુખ્ય કારણ એ છે કેઈ-કોમર્સ કંપનીઓને તેમના માધ્યમથી વહેચાતા પ્રોડક્ટ ઉપર તેમનું પ્રોડક્શન કરનાર દેશની જાણકારી અને અન્ય જરૂરી સૂચનાઓ ન આપવાના કારણે પાઠવવામાં આવી છે.



આ નોટિસ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય(Ministry of Consumer Affairs, Food and Public Distribution) હેઠળ આવનારા ગ્રાહક મામલાના વિભાગ દ્વારા આપવામાં આવી છે.


સૂત્રોના જણાવ્યા મુજબ, એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત આ નોટિસ અન્ય ઈ-કોમર્સ કંપનીઓને પણ ફટકારવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ નોટિસમાં કંપનીઓને 15 દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે. તમામ કંપનીઓને એક સમાન નોટિસ મોકલવામાં આવી છે. જેમાં કહ્યું છે કે,‘એવું જાણવા મળ્યું છે કે કેટલીક ઈ-કોમર્સ કંપનીઓ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ(Digital Platform) પરથી વેચાતા સામાનની જરૂરી જાણકારી નથી આપી રહી.

આ બાબતે ફ્લિપકાર્ટ અને એમેઝોને કોઈ પ્રતિક્રિયા આપી નથી.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2020 09:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK