લક્ષ્મી વિલાસ બૅન્કને DBSમાં મર્જ કરાશે

Published: 25th November, 2020 16:12 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટ નિર્ણયોની જાણકારી આપી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય પ્રધાનમંડળે લક્ષ્‍મી વિલાસ બૅન્કને ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ (DBIL)માં મર્જ કરવાની મંજૂરી આપી દીધી છે.

આજે પ્રધાનમંડળની મીટિંગમાં એટીસીમાં એફડીઆઇને પણ મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટ નિર્ણયોની જાણકારી આપી હતી. મહત્વનું છે કે, રિઝર્વ બેંકે લક્ષ્‍મી વિલાસ બેંકને ડીબીએસ બેંકમાં મર્જ કરવાનો આદેશ આપ્યો હતો.

એટીસી ટેલિકોમ ઇન્ફ્રામાં 2480 કરોડ વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) ને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એટીસી પેસિફિક એશિયાએ તાતા જૂથની કંપની એટીસીના 12 ટકા શેર હસ્તગત કર્યા છે.

તેમણે માહિતી આપી કે વડા પ્રધાનની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતો અંગેની કેબિનેટ અને કેબિનેટ સમિતિની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકારનો ભાર આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે હવે મૂડી ઉભી કરવા દેવા બજારનો લાભ લેવામાં આવશે. આ હેઠળ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) ની સ્થાપના કરવામાં આવી હતી. કેબિનેટે આજે નિર્ણય લીધો છે કે તેમાં રૂ.6,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ આગામી બે વર્ષમાં થશે. તેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બોન્ડ માર્કેટ દ્વારા 1 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ એકઠી કરી શકાય છે.

થોડા દિવસ પહેલા રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) લક્ષ્‍મી વિલાસ બેંકને એક મહિનાના મુલતવી પર મુક્યો. આરબીઆઈએ બેંકને આદેશ આપ્યો હતો કે કોઈ પણ ગ્રાહક આવતા એક મહિના માટે બેંકમાંથી 25 હજાર રૂપિયાથી વધુ ઉપાડશે નહીં. આરબીઆઈના આ નિર્ણયની અસર બેંકના શેર પર જોવા મળી રહી છે. કટોકટીની સ્થિતિમાં બેંકમાંથી રૂ.5 લાખ ઉપાડી શકાશે. સારવાર, લગ્ન, શિક્ષણ અને અન્ય મહત્વપૂર્ણ કાર્યો માટે આ રકમ પરત ખેંચી શકાય છે, પરંતુ આ માટે ગ્રાહકોએ પુરાવો પણ આપવો પડશે.

છેલ્લા ત્રણ વર્ષથી લક્ષ્‍મી વિલાસ બેંકની આર્થિક સ્થિતિ ખરાબ હતી. જૂન 2020 માં બેંકનું મૂડી પર્યાપ્તતાનું પ્રમાણ 0.17 ટકા પર પહોંચ્યું હતું, જ્યારે તે ઓછામાં ઓછું 9 ટકા હોવું જોઈએ. નાણાકીય વર્ષ 2020 સુધીમાં બેંકનું દેવું બાકી 13,827 કરોડ અને થાપણો 21,443 કરોડ રૂપિયા હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK