ખાંડની નિકાસનો નિર્ણય સરકાર નવેમ્બરમાં લેશે

Published: 14th October, 2011 19:44 IST

નવા માર્કેટિંગ વર્ષ માટે ખાંડની નિકાસ માટેનો નર્ણિય સરકાર નવેમ્બરમાં લેશે. ફૂડમિનિસ્ટર કે. વી. થૉમસે જણાવ્યું હતું કે ‘ગ્લોબલ માર્કેટ્સના ભાવનો અભ્યાસ કરીને તેમ જ સ્થાનિક ઉત્પાદનનો સંપૂર્ણ અંદાજ મેળવ્યા બાદ સરકાર ખાંડની નિકાસ માટેનો નિર્ણય નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં લેશે.

 

 

કૃષિપ્રધાન શરદ પવાર સાથે ચર્ચા કરીને ૨૦૧૧-’૧૨ માટે ખાંડના ઉત્પાદનના આંકડા આગામી થોડાક દિવસમાં જાહેર કરવામાં આવશે.’

૨૦૧૦-’૧૧માં સરકારે ૨૬ લાખ ટન શુગરની એક્સર્પોટ માટે મંજૂરી આપી હતી. ચાલુ મહિના માટેની ડિમાન્ડ પૂરી કરી શકાય એ માટે ખાંડની પૂરતી ઉપલબ્ધિ છે અને રીટેલ ભાવ જળવાઈ રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK